78માં સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ તેમના ભાષણમાં યુનિફોર્મ સિવિલ કોડ, વિકસિત ભારત 2047, વર્તમાન સરકારના લક્ષ્યો સહિત ઘણા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો. જો કે, પીએમ મોદીનું ભાષણ શિવસેના (યુબીટી)ને પસંદ આવ્યું ન હતું. શિવસેના (UBT)એ તેના મુખપત્ર સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણને કંટાળાજનક ગણાવ્યું છે.
પીએમ મોદીનું ભાષણ કંટાળાજનક હતુંઃ સામના
સામનામાં લખવામાં આવ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સાથે જોડાયેલા લોકો ક્યારેય દેશની આઝાદીને લઈને ગંભીર નથી રહ્યા. એટલા માટે સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી આપેલું તેમનું ભાષણ કંટાળાજનક હતું. તેમણે એવું ભાષણ આપ્યું જે કોઈ ચૂંટણી પ્રચાર રેલીમાં આપવું જોઈએ.
સામનાએ કહેવામાં આવ્યું કે, "પીએમે કહ્યું કે પહેલા દુશ્મનો આપણા દેશમાં ઘૂસીને અમને મારી નાખતા હતા. આ આપણી સેના અને સુરક્ષા દળોનું અપમાન છે. પીએમ મોદીએ કારગિલ યુદ્ધ અને તેના પછીના યુદ્ધનો ઉલ્લેખ કરવો જોઈતો હતો."
પીએમ મોદીએ મણિપુરની ઘટનાનો ઉલ્લેખ કર્યો નહી : શિવસેના
પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પ્રશંસા કરતા સંપાદકીયમાં કહેવામાં આવ્યું કે, “ઈંદિરા ગાંધીએ ખાલિસ્તાની આતંકવાદીઓની પરવા કર્યા વિના ટેન્કમાં અમૃતસર તરફ કૂચ કરી અને આખરે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું.
મણિપુર કટોકટી વિશે એક પણ શબ્દનો ઉલ્લેખ ન કરવા બદલ પીએમ મોદીની ટીકા કરતા સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે, "મણિપુરમાં ત્રણ વર્ષથી હિંસા ચાલી રહી છે અને મોદીએ મણિપુરનો 'એમ' નું પણ ઉચ્ચારણ કર્યું નથી."
શિવસેના (UBT)એ મોદી સરકારની કામગીરી પર ઉઠાવ્યા સવાલો
સંપાદકીયમાં નરેન્દ્ર મોદીના ત્રીજી વખત સત્તામાં આવવાને 'સંયોગ કે અકસ્માત' ગણાવ્યો હતો. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "મોદી આવ્યા તે પહેલા દેશે ઉદ્યોગ, વિજ્ઞાન, વેપાર અને કૃષિ ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી હતી. નેહરુએ મંદિર-મસ્જિદ વિવાદમાં પડ્યા વિના IIT જેવી સંસ્થાઓ બનાવી હતી."
શિવસેના (UBT)ના મુખપત્રમાં આગળ લખવામાં આવ્યું કે, "PM મોદી અને તેમના અનુયાયીઓ પાસે એક અદ્યતન અને વિકસિત દેશની લગામ તેમના હાથમાં છે, પરંતુ તેઓએ છેલ્લા 10 વર્ષમાં દેશના બંધારણ સાથે છેડછાડ કરી છે. છેલ્લા 10 વર્ષમાં અદાલતો અને કેન્દ્રીય એજન્સીઓ પર દબાણ લાવવા અને લોકશાહી અને વિરોધ પક્ષોનું ગળું દબાવવાનું કામ કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech