BREAKING NEWS

પોલીસને મારા પતિ પર ખાર હતોઃ દુષ્કમના આરોપી ફિલ્મ પ્રોડ્યુસર જયેશ ઠાકોરની પત્નીના ચોંકાવનારા આક્ષેપથી પોલીસબેડામાં ખળભળાટ

  • October 06, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિલ્મ પ્રોડ્યુસર કમ ડાયરેકટર કમ એક્ટર જયેશ ઠાકોરે ૧૫ વર્ષની તરૂણીને ફિલ્મમાં હિરોઇન તરીકે સાઇન કરવાની લાલચ આપી તેના પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આરોપીએ તરૂણીને કોઇ વસ્તુ ખવડાવી દઇ અર્ધબેભાન કરી વારંવાર બદકામ કર્યું હતું. આ મામલે હવે આરોપી જયેશ ઠાકોરની પત્નીએ પોલીસ અને પીડિતા પર ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. જેનાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.


પોલીસવાળા કોઈ જવાબ દેતા નથી

જયેશ ઠાકોરની પત્ની બિંદિયાએ વીડિયો બનાવી પોતાના પતિ પર લગાવેલા તમામ આરોપો ખોટો હોવાનું જણાવ્યું છે. તેણ જણાવ્યું કે, મારા પતિ પર ખોટા આક્ષેપો અને ષડયંત્ર રમાયું છે. જે છોકરી આક્ષેપો નાખે છે એ છોકરી આજથી 20થી 25 દિવસ પહેલા તેના મામાના ઘરેથી જતીન નામના છોકરા સાથે ભાગી ગઈ હતી. એના ત્રાસના કારણે તેના પપ્પાએ આપઘાત કરી લીધો હતો.  પપ્પાના આપઘાતના ચારથી પાંચ દિવસ બાદ છોકરી જતીન સાથે રાજસ્થાન ગઈ હતી. આથી તેના મમ્મી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધવા ગયા હતા. પરંતુ પોલીસે હાથ ઝાલ્યો નહીં. આથી તેના મમ્મી મારા પતિ પાસે આવીને મદદ માગી હતી કે, મારો ઘરવાળો ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે અને મારી છોકરી ભાગી ગઈ છે તેને ગમે તેમ કરીને પાછી લઈ આવો. પોલીસવાળા કોઈ જવાબ દેતા નથી.  


જયેશે પ્રેશર કરાવીને ફરિયાદ દાખલ કરાવી 

વધુમાં કહ્યું કે, આથી મારા પતિ તેના મમ્મી સાથે પોલીસ સ્ટેશન ગયા હતા. પ્રેશર કરાવીને ફરિયાદ દાખલ કરાવી હતી. મારા પતિ જયેશ ઠાકોરે પ્રેશર કરાવ્યું હોવાથી પોલીસને તેના પર ખાર હતો. ફરિયાદ દાખલ કર્યા પછી પણ પોલીસ ધ્યાન દેતી નહોતી. જેથી તેના મમ્મીએ મારા પતિ પાસે મદદ માંગી હતી અને જયેશે છોકરીનું લોકેશન કાઢીને પોલીસને આપ્યું હતું. ​​​​​​​

ષડયંત્ર રમી પોલીસે ખાર રાખી આખો કેસ જ પલટાવી નાખ્યો 

વધુમાં કહ્યું કે, પોલીસ છોકરીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને બે દિવસ રાખી હતી. ષડયંત્ર રમી પોલીસે ખાર રાખી આખો કેસ જ પલટાવી નાખ્યો છે. મારા પતિ પર બે વર્ષ પહેલાના આક્ષેપો નાખીને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે. મારા પતિનું મેડિકલ કરાવ્યું તો જતીનનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે. કોળી-ઠાકોર સમાજને અપીલ છે કે આ મુદ્દાને ધ્યાનમાં લ્યો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application