BREAKING NEWS

ખંભા પર ભણતરની બેગ નહીં, લોખંડની એંગલ ઉચકતો માસુમઃ જંગલેશ્વરમાં ઘર તૂટતા બાળકોના ચહેરા પર છવાઈ ખામોશી

  • February 23, 2026 04:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલા મેગા ડિમોલિશનની સૌથી ગંભીર અને કરુણ અસર અહીંના બાળકો પર જોવા મળી રહી છે. જે ઉંમરે બાળકોના ખભા પર ભણતરનું દફતર હોવું જોઈએ, આજે ત્યાં ઘરના કાટમાળમાંથી નીકળેલી લોખંડની એંગલ અને ઘરવખરીનો સામાન જોવા મળી રહ્યો છે.


માસૂમિયત પર બુલડોઝરનો પ્રહાર

તંત્ર દ્વારા ૧૪૮૯ મકાનો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાતા હજારો પરિવારો બેઘર બન્યા છે. આ અફરાતફરીમાં બાળકોની હાલત અત્યંત દયનીય બની છે. વર્ષો સુધી જે આંગણામાં તેઓ રમ્યા અને મોટા થયા, તે ઘરને પોતાની નજર સામે જમીનદોસ્ત થતું જોઈ આ માસૂમોના ચહેરા પર ગમગીની અને અકળ ખામોશી છવાઈ ગઈ છે.


ભણતર પર ખતરો, ભવિષ્ય ધૂંધળું

ડિમોલિશનના કારણે અનેક બાળકોનું શિક્ષણ પણ જોખમાયું છે. કાટમાળના ઢગલા વચ્ચે રમી રહેલા બાળકો હવે પોતાના રમકડાં અને પુસ્તકોને બદલે ઘરના પતરાં અને લોખંડનો સામાન ઉચકવા મજબૂર બન્યા છે. ૬૦ વર્ષથી રહેતા પરિવારો જ્યારે ઘર છોડી રહ્યા છે, ત્યારે આ નાના બાળકોને એ પણ ખબર નથી કે તેમની આજની રાત કઈ છત નીચે વીતશે. કાયદાકીય દ્રષ્ટિએ આ ઓપરેશન ભલે સફળ ગણાય, પરંતુ આ માસૂમોની આંખમાં રહેલી લાચારી અને છીનવાયેલું બાળપણ અનેક સવાલો ઊભા કરી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application