સિલ્કયારા ટનલમાં ભૂસ્ખલનની ઘટના અને કામદારો સાથે અકસ્માત થયાના ગણતરીના મહિનાઓ બાદ તેમાં ફરી બાંધકામ શરૂ થયું છે, પરંતુ ૧૭ દિવસ સુધી ટનલની અંદર ફસાયેલા રહ્યા બાદ કામદારો હજુ પણ અકસ્માતના આઘાત માંથી બહાર આવી શકયા નથી. આ જ કારણ છે કે સુરંગમાં ફસાયેલા ૪૧માંથી અડધાથી વધુ કામદારો ફરીથી કામ પર પાછા ફરવા તૈયાર નથી.
૨૫ કામદારોએ સિલ્કયારાના બાંધકામ માટે પાછા ફરવાનો સ્પષ્ટ્ર ઇનકાર કર્યેા હતો, યારે ટનલમાં કામ પર પાછા આવવા માટે માત્ર ૧૬ કામદારો તૈયાર છે. તેમાંથી ૧૦ ટનલનું નિર્માણ કરતી કંપની નવયુગ એન્જિનિયરિંગમાં નોંધાયેલા કામદારો છે. જે આવવા નથી માંગતા તેમાંથી કેટલાકે અન્ય જગ્યાએ કામ કરવાનું શ કયુ છે તો કેટલાકે પોતાનો રોજગાર ખોલ્યો છે. આ અનુભવી કામદારો કામ પર પાછા ન આવતાં કન્સ્ટ્રકશન કંપનીની મુશ્કેલીઓ વધી છે. કંપનીના અધિકારીઓ તેમનું મનોબળ વધારવામાં સતત વ્યસ્ત છે.
ઉત્તરકાશી જિલ્લા મુખ્યાલયથી લગભગ ૫૦ કિમી દૂર સિલ્કયારામાં નિર્માણાધીન ચારધામ અલવેદાર રોડ પ્રોજેકટની ટનલમાં ૧૨ નવેમ્બર, ૨૦૨૩ના રોજ ભૂસ્ખલન થયું હતું. જેના કારણે સુરંગની અંદર ૪૧ કામદારો ફસાયા હતા. આ અકસ્માતનો ભોગ બનેલા રાજુ નાયકે કહ્યું કે હવે તે સિલ્કિયારામાં નહીં આવે. તે પોતાના રાય ઓડીસામાં રોજગારની શોધમાં છે. રાજુની જેમ રાંચી (ઝારખંડ)ના રહેવાસી ચંકુ બેડિયા, શ્રવણ બેડિયા અને બંધન બેડિયાએ પણ સુરંગમાં ફસાયા હતા. તેઓ પણ હજુ આ આઘાત માંથી બહાર આવી શકયા નથી અને રાંચીમાં જ કામ શોધી રહ્યો છે. તેના પરિવારજનો પણ નથી ઈચ્છતા કે તે બીજે કયાંય જાય. ચંકુ બેડિયાએ એમ પણ જણાવ્યું કે કંપની દ્રારા ફાળાની રકમ માટે આપવામાં આવેલ ચેક હજુ સુધી ખાતામાં પહોંચ્યો નથી.કોટદ્રારના રહેવાસી ગબર સિંહ નેગી, નવયુગ એન્જિનિયરિંગ કંપનીના ફોરમેન, જેમણે સુરંગમાં ફસાયા પછી તેના સાથી કામદારોને પ્રોત્સાહિત કર્યા હતા, તે પણ સિલ્કયારા પાછા ફર્યા નથી.
અધિકારીઓ કામદારોનો આત્મવિશ્ર્વાસ વધારવામાં વ્યસ્ત
કેન્દ્ર સરકારે ૨૩ જાન્યુઆરીએ ટનલનું કામ ફરી શ કરવાની મંજૂરી આપી હતી. આ પછી કંપનીએ કામ શ કયુ, પરંતુ અનુભવી કામદારોની અછત છે. આવી સ્થિતિમાં, કંપનીના અધિકારીઓ સુરંગની અંદર ફસાયેલા કામદારોને સતત ફોન કરી રહ્યા છે. કામદારોમાં આત્મવિશ્વાસ જગાડવા માટે, તેમને એ પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમની સુરક્ષા માટે સૌથી પહેલા ટનલમાં એક એસ્કેપ ટનલ તૈયાર કરવામાં આવી રહી છે. આમ છતાં મોટાભાગના કામદારો આવવા માટે સંમત નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech