મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં નેવી ગેટ સામેના ભાગેથી પોલીસે ગતરાત્રે જુગારના અખાડા પર દરોડો પાડ્યો હતો અહીં રહેતા ફિરોજાબેન ઉર્ફે ફીરુડી અભુભા સોઢા નામના 40 વર્ષના મહિલા દ્વારા પોતાના ઘરમાં જુગારીઓને જુગાર રમવા માટે લાઈટ, પાણી જેવી સગવડ પૂરી પાડીને અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને ચાલતા આ જુગારધામમાંથી પોલીસે અજુભા નંઢાભા કારા, સીધુભા ડોસાભા કારા, અસરફાન સતાર, સોકત મુસા, અને ફરીદ સિદીક નામના શખ્સોને ઝડપી લઇ, રૂપિયા 15,700 રોકડા તથા રૂપિયા 7,700 ની કિંમતના ચાર મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 23,400 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
ખંભાળિયા: ત્રાફિકથી ધમધમતા માર્ગ પરથી બાઈકની ઉઠાંતરી
ખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં રહેતા જયસુખભાઈ નાનજીભાઈ કણજારીયા નામના 42 વર્ષના યુવાને અહીંના જોધપુર ગેઈટ વિસ્તારમાં રાખેલું રૂપિયા 15,000 ની કિંમતનું સ્પ્લેન્ડર મોટર સાયકલ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech