રાજકોટ મહાપાલિકા દ્રારા આજ તા.૧૩૧૧૨૦૨૪ના રોજ વોર્ડ નં.૭માં સર્વેશ્વર ચોક ખાતે આવેલ વોંકળાપર .૪.૯૧ કરોડના ખર્ચે સ્લેબ બનાવવાના કામનું ખાતમુહર્ત વિધાનસભા–૬૯ના ધારાસભ્ય ડો.દર્શિતા શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. ખાતમુહર્ત કાર્ય શ કરતા પહેલા, સર્વેશ્વર ચોક ખાતેના વોકળામાં જે નાગરિકોનું મોત થયું છે તેમના આત્માની શાંતિ અર્થે ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્રારા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
સર્વેશ્વર ચોકના વોંકળાનું વ્હેણ ડાયવર્ટ કરવામાં આવ્યું છે, હવે આ વોકળો શિવમ–૧ અને શિવમ–૨ કોમ્પ્લેકસ નીચેથી નહીં પરંતુ બિલ્ડીંગની બાજુમાંથી નીકળશે જેથી ભવિષ્યમાં પણ કોઈ દુર્ઘટના કે જોખમને સ્થાન રહેશે નહીં. બિલ્ડીંગ નીચેના હયાત વોંકળામાં ભરતી ભરીને બુરાણ કરી નાખવામાં આવશે. ઉપરોકત ખાતમુહર્ત કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ તેમજ ધારાસભ્ય ડો.દર્શિતા શાહ તેમજ રમેશભાઈ ટીલાળા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, કોર્પેારેટર જયશ્રીબેન ચાવડા, વોર્ડ મહામંત્રી વિશાલભાઈ માંડલિયા, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માંકડિયા, કિરણ ટેલિવિઝન સ્ટોરના રાજુભાઈ પટેલ, બેસ્ટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના દીપકભાઈ કારિયા, સેનિટેશન કમિટી પૂર્વ ચેરમેન અનિલભાઈ લીંબડ, અગ્રણીઓ રાજુભાઈ મુંધવા, સંદીપભાઈ ડોડીયા, નિકુંજભાઈ વૈધ, કુસુમબેન ડોડીયા, નીતિનભાઈ જરીયા, અશોકભાઈ સામાણી તેમજ રાજકોટ મહાનગરપાલિકાના સેક્રેટરી એચ.પી. પારેલીઆ, સિટી એન્જીનિયર અતુલ રાવલ, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, એમ.વી. ગાવિત તેમજ રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
૯૯૦ ચોરસ મીટર વિસ્તારના ક્ષેત્રફળમાં સ્લેબ ભરાશે; એક વર્ષમાં કામ પૂર્ણ થશે
વોર્ડ નં.૭માં સર્વેશ્વર ચોક ખાતેના વોંકળા પર નિર્માણ પામનાર ૯૯૦ ચો.મી.ક્ષેત્રફળના સ્લેબ કલ્વર્ટની લંબાઇ ૧૧૦ રનિંગ મીટર, પહોળાઇ ૯ રનિંગ મીટર તેમજ ઐંચાઇ ૩ રનિંગ મીટર રહેશે. આ કામની સમય મર્યાદા એક વર્ષ છે પરંતુ છ મહિનામાં કામ પૂર્ણ થાય તે માટે એજન્સી અને તંત્રના પ્રયાસો રહેશે તેમ મહાપાલિકાના અધિકારીઓ અને ઇજનેરોએ જણાવ્યું હતું.
હવે નિયમિત–વ્યવસ્થિત સફાઇ થશે વરસાદી પાણીનો નિકાલ ઝડપી થશે
સર્વેશ્વર ચોકથી ડો.યાજ્ઞિક રોડને જોડતો હયાત વોંકળો શિવમ કોમ્પલેક્ષ–૧ તથા ૨ બિલ્ડીંગ નીચેથી પસાર થતો હોઈ, આ વોંકળાની સાફ સફાઈ કરવામાં મુશ્કેલી થતી હોઈ, આ વોકળો હયાત રસ્તા પર ડાયવર્ટ કરવાથી વોંકળાની સફાઈ વ્યવસ્થિત રીતે થઈ શકશે સાથો સાથ વરસાદી પાણીનો નિકાલ પણ ઝડપથી થઈ શકશે જેને લીધે આ વિસ્તારના ૧૫૦૦૦ રહીશોને સુવિધા મળશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech