દક્ષિણ કોરિયાના વિપક્ષની નેતા પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચપ્પા વડે હત્પમલો કરવામાં આવતા તેમને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિલમાં લઈ જવાયા હતા. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દક્ષિણ કોરિયાના વિપક્ષી નેતા લી જે મ્યુંગ પર એક અજાણ્યા સખ્શે ચપ્પા વડે જીવલેણ હત્પમલો કરતા તેમને ગાળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર હત્પમલો કરનાર આરોપીની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરવામાં આવી છે. લીએ આ પહેલા ગાડેઓક ટાપુ પર નિર્માણધીન નવા એરપોર્ટની સાઈટ વિઝિટ કરી હતી. ઉલ્લેખનીય છે કે લી જે મ્યુંગ દક્ષિણ કોરિયાની મુખ્ય ડેમોક્રેટી પાર્ટીના પ્રમુખ છે. દક્ષિણ કોરિયન મીડિયાએ સાક્ષીઓને ટાંકીને જણાવ્યું હતું કે વ્યકિતએ લીની ગરદન પર છરી મારવા માટે છરી જેવા હથિયારનો ઉપયોગ કર્યેા હતો. ટીવી વિડિયોમાં લીને જમીન પર સૂતેલા દર્શાવવામાં આવ્યા હતા જેમાં એક વ્યકિત રકતાવ રોકવા માટે તેના ગળા પર માલ દબાવી રહ્યો હતો. રિપોટર્સમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે ઘટનાસ્થળે જ હત્પમલાખોરની ધરપકડ કરી છે. તેઓએ કહ્યું કે હત્પમલાખોરે કંઈક પહેયુ હતું જે તેના માથા પર તાજ જેવું દેખાતું હતું. દક્ષિણ કોરિયાના રાષ્ટ્ર્રપતિ યુન સુક યેઓલે વિપક્ષી નેતા લી જે–મ્યુંગ માટે ઐંડી ચિંતા વ્યકત કરી હતી, જેમને મંગળવારે ગરદનમાં છરો મારવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech