નવા હોદ્દેદારો વરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે તાજેતરમાં હાલાર મિનરલ્સ એસોસિએશનની ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જોડાયેલા સદસ્યો દ્વારા નવા હોદ્દેદારોને વરણી કરવામાં આવી હતી.
આગામી વર્ષમાં હાલાર મિનરલ્સ એસોસિએશનના પ્રમુખ તરીકે ખંભાળિયાના જાણીતા ઉદ્યોગપતિ કમલેશભાઈ સામાણીની પ્રમુખ તરીકે તેમજ પરબતભાઈ નંદાણીયાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. હાલારના જુદા જુદા વિસ્તારોમાં વ્યવસાય કરતા મિનરલ્સ ઉદ્યોગના વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગકારોની આ મીટીંગમાં હાલાર વિસ્તારના તેઓના પ્રશ્નોને વાચા આપવા માટે એસોસિએશનની તથા હોદ્દેદારોને વરણી કરવામાં આવી છે. જેને તમામ સદસ્યોએ આવકારી, શુભેચ્છાઓ પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech