BREAKING NEWS

અમદાવાદના નિકોલમાં બેફામ ફોર્ચ્યુનરે ફૂટપાથ પર ઊંઘી રહેલા 3 લોકોને કચડ્યા, એક મહિલાનું મોત અને બે ગંભીર

  • November 03, 2026 12:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેરમાં વધુ એક વખત પૂરપાટ ઝડપે દોડતી કારનો ભયાનક આતંક સામે આવ્યો છે. શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી દેવસ્ય સ્કૂલ નજીક રાત્રિના આશરે 10 વાગ્યાના અરસામાં એક બેફામ ફોર્ચ્યુનર કારના ચાલકે ફૂટપાથ પર ઊંઘી રહેલા 3 નિર્દોષ લોકોને કચડી નાખ્યા હતા. આ ગંભીર અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી વિગતો અનુસાર GJ18EF4060 નંબરની ફોર્ચ્યુનર કારના ચાલકે અત્યંત અવિચારી રીતે કાર દોડાવી આ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા કારચાલકને સ્થાનિક લોકોએ સ્થળ પર જ ઝડપી લીધો હતો અને તેને બરાબરનો મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો.



પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર ફોર્ચ્યુનર કારમાંથી બિયરનું એક ટીન મળી આવ્યું છે. કારચાલકે દારૂ કે અન્ય કોઈ નશો કર્યો હતો કે નહીં તે અંગેની સત્યતા ચકાસવા માટે પોલીસે તેના બ્લડ સેમ્પલ લઈને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application