ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડર (૨૦૨૫-૨૬) ની જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અંતર્ગત વિવિધ કેડરની કુલ ૧૨,૭૩૩ જગ્યાઓ માટે પ્રથમ તબક્કાની દસ્તાવેજ ચકાસણી (ડૉક્યુમેન્ટ વેરિફિકેશન) નો મહત્વપૂર્ણ કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ લાયક ઠરેલા ઉમેદવારો માટે આગામી સમયમાં ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
૩૦ સપ્ટેમ્બરથી ૧૩ ઓક્ટોબર સુધી પાંચ શહેરોમાં આયોજન
જાહેરાત કરવામાં આવેલી વિગતો મુજબ, આ દસ્તાવેજ ચકાસણીની સમગ્ર પ્રક્રિયા આગામી ૩૦ સપ્ટેમ્બરથી ૧૩ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન રાજ્યના પાંચ મુખ્ય શહેરોમાં યોજાશે. આ અંતર્ગત અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર અને ગાંધીનગર ખાતે નિર્ધારિત કેન્દ્રો પર ઉમેદવારોના અસલ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે, જેથી ભરતી પ્રક્રિયા પારદર્શક અને સુચારૂ રીતે પૂર્ણ થઈ શકે.