ઝનાના હોસ્પિટલમાં એક બાજુ પાણીની મોકાણ છે, કેટલીક વખતે પીવાનું અને શોચાલયમાં પણ પાણી ન આવતા પ્રસૂતા-સગભર્ઓિ અને તેમની સાથેના પરિવારજનોની સ્થિતિ કપરી સર્જાય છે. હોસ્પિટલ તંત્ર ગોઠવાયેલા વ્યક્તિઓ પાસેથી લાખો રૂપિયાનું વેચાતું પાણી લઇ ટાકા ભરવામાં આવે છે ત્યારે હોસ્પિટલ સ્ટાફની બેદરકારીના કારણે શનિવારે રાત્રે એક વાર નહિ બે-બે વાર પાણીની ટેન્ક છલકાતા લેબરરૂમ અને લોબીમાં પાણી વહ્યા હતા. ફરજપરના સ્ટાફ દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા હોસ્પિટલનો સ્ટાફ દોડ્યો હતો અને વાલ્વ બંધ કરવાની કાર્યવાહી કરી હતી. રાત્રીના 11 વાગ્યે હજુ સ્ટાફ આ પાણી ઉલેચી લ્યે ત્યાં મધરાત્રીના 2 વાગ્યાની આસપાસ ફરી ટેન્ક છલકાતા ફરીથી જવાબદારોને જાણ કરવામાં આવી હતી. અને તાકીદે આયાબહેનોને પાણી ઉલેચવાનું કહેવામાં આવતા સ્ટાફનો પણ મગજનો બાટલો ફાટ્યો હતો.જો કે ઝનાના હોસ્પિટલના ફરજ પરના જવાબદારો મોડે મોડે જાગ્યા હતા અને વ્યવસ્થા જોવડાવી લેવા માટેનું કહ્યું હતું ત્યાં સુધીમાં પાણી ઉલેચાય ગયું હતું. એ બાદ દાઝ્યા પછીનું ડાપણ સૌ કોઈએ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech