BREAKING NEWS

શોર્ટ કવરિંગ અને મિશ્ર વૈશ્વિક સંકેતોથી શેરબજારમાં ૯૦૦ પોઈન્ટની રીકવરી

  • March 20, 2026 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુરુવારના ઐતિહાસિક ઘટાડા બાદ આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય બજારે શાનદાર રિકવરી કરી છે. શોર્ટ કવરિંગ અને વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. ભારતીય શેરબજાર માટે શુક્રવારની સવાર રાહતના સમાચાર લઈને આવી છે. ગુરુવારે સેન્સેક્સમાં 2,496 પોઈન્ટનો જે ભીષણ કડાકો બોલાયો હતો, ત્યારબાદ આજે માર્કેટ 'રિકવરી મોડ'માં જોવા મળી રહ્યું છે. બીએસઈ સેન્સેક્સ 911 પોઈન્ટના ઉછાળા સાથે 75,118 ની સપાટીએ પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી પણ 281 પોઈન્ટની છલાંગ લગાવીને 23,283 પર ટ્રેડ કરી રહ્યો છે.

નિષ્ણાતોના મતે, ગઈકાલના મોટા ઘટાડા બાદ બજારમાં 'શોર્ટ કવરિંગ' જોવા મળી રહ્યું છે. ગિફ્ટ નિફ્ટી તરફથી મળેલા પોઝિટિવ સંકેતોને કારણે બજાર મજબૂત શરૂઆત કરવામાં સફળ રહ્યું છે. જોકે, ઈરાન-અમેરિકા તણાવ અને તેલની વધતી કિંમતોને કારણે રોકાણકારો હજુ પણ સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.


એક તરફ શેરબજારમાં તેજી છે, તો બીજી તરફ ભારતીય રૂપિયો નબળો પડી રહ્યો છે. શુક્રવારે શરૂઆતી કારોબારમાં અમેરિકન ડૉલર સામે રૂપિયો 3 પૈસા ગબડીને 92.92 ની નીચલી સપાટીએ પહોંચી ગયો છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે તેલની આયાત મોંઘી થઈ રહી છે, જેની સીધી અસર રૂપિયાના મૂલ્ય પર પડી રહી છે. એશિયાઈ બજારો: કોરિયાનો કોસ્પી 1% વધ્યો છે, જ્યારે જાપાનમાં આજે રજા હોવાથી બજાર બંધ છે. હોંગકોંગના બજારમાં નબળાઈ જોવા મળી રહી છે.તેલ અને સોનું: બ્રેન્ટ ક્રૂડ હાલમાં 107 પ્રતિ બેરલ પર સ્થિર છે. બીજી તરફ, સોનામાં આ અઠવાડિયે 8% નો ઘટાડો નોંધાયો છે, જે છેલ્લા 6 વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો હોઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application