BREAKING NEWS

યુપી અને બિહારમાં વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાથી તબાહી: ૪૪ લોકોનાં મોત

  • May 05, 2026 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે આવેલ તેજ આંધી, ભારે વરસાદ, ગોળાવર્ષા અને વીજળી પડવાના બનાવોએ ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે. આ કુદરતી આફતના કારણે ઉત્તર પ્રદેશમાં ૨૪ અને બિહારમાં ૨૦ લોકોનાં મૃત્યુ નોંધાયા છે, યારે મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત થયા છે.
આ ભયાનક હવામાનથી સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે. ખાસ કરીને ખેતી ક્ષેત્રને મોટું નુકસાન થયું છે. વાવાઝોડાએ વીજળીના થાંભલા ઉખાડી નાખ્યા અને તાર તૂટી જવાથી સૈંકડો ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. અનેક રસ્તાઓ પર અવરજવર બધં થઈ ગઈ. કેરી અને વિવિધ શાકભાજીની ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે.ઉત્તર પ્રદેશમાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમી વચ્ચે વારંવાર વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે સવારે લગભગ ૮:૩૦ વાગ્યે લખનૌ સહિત ૫૦થી વધુ જિલ્લાઓમાં અચાનક કાળા વાદળો છવાઈ ગયા અને દિવસ દરમિયાન અંધકાર છવાઈ ગયો.
હવામાન વિભાગે મંગળવાર અને બુધવાર માટે પણ ચેતવણી જાહેર કરી છે. રાયના પૂર્વથી પશ્ચિમ સુધીના વિસ્તારોમાં તેજ આંધીઓ, મધ્યમથી ભારે વરસાદ અને ગોળાવર્ષાની શકયતા દર્શાવવામાં આવી છે. લગભગ ૬૦ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, યારે ૪૦થી વધુ જિલ્લાઓમાં વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે.બિહારમાં પણ આ આફતનો ભારે પ્રભાવ જોવા મળ્યો છે. ઔરંગાબાદ, ગયા, રોહતાસ, ભોજપુર, વૈશાલી, પૂર્વી ચંપારણ, સીતામઢી અને બગાહા જેવા જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઔરંગાબાદમાં વીજળી પડવાથી ત્રણ લોકોનાં મોત થયા અને પાંચ લોકો ઘાયલ થયા. ગયા જિલ્લામાં શેરઘાટી, ટિકારી અને કોંચ વિસ્તારોમાં પાંચ લોકોનાં મોત નોંધાયા છે. પૂર્વી ચંપારણમાં સૌથી વધુ પાંચ લોકોનાં મોત થયા છે. અહીં કેરી અને લીચી સહિતની ફસલોને પણ ભારે નુકસાન થયું છે.
ઘણા વિસ્તારોમાં વીજ થાંભલા અને તાર તૂટી જતા વીજળી પુરવઠો ખોરવાઈ ગયો છે. દિલ્હીમાં પણ હવામાન બદલાવની આગાહી સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application