શહરેમાં ગુરૂ અને શિષ્યને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. રૈયારોડ પર રહેતી ત્યકતા શિક્ષિકા પર તેની પાસે જ ભણેલા વિદ્યાર્થીએ લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરી રોકડ અને દાગીના મળી રૂ.૬.૩૪ લાખ ખંખેરી લીધા હતાં. બાદમાં આ શખસ અન્યત્ર પરણી જતા તે વાતની જાણ શિક્ષિકાને થતા તેણે ગાંધીગ્રામ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
રૈયારોડ પર રહેતી ૩૮ વર્ષીય ત્યકતા શિક્ષિકાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ધ્રુવલ પંકજ દેસાઈ (રહે. સંસ્કાર સીટી, મવડી) નું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે શહેરની એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે વર્ષ ૨૦૧૨-૧૩ માં નોકરી કરતાં હતા ત્યારે આરોપી ત્યાં વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતો હતો. જે દરમિયાન ફરીયાદી અને આરોપી ફેસબુક ફ્રેન્ડ બન્યાં હતાં. જે બાદ જૂન ૨૦૨૪ માં આરોપીએ ફેસબુક મારફતે ફરીયાદીનો સંપર્ક કરી વધુ પરિચય કેળવી એકબીજાના ફોન નંબરની આપ-લે કરી હતી. બાદમાં અવાર નવાર ફોનમાં તેમજ રૂબરૂ મળી વાતચીત કરતા હતાં. જે દરમિયાન બંને અલગ અલગ જગ્યાએ રૂબરૂ મળતા હોય ત્યારે આરોપીએ ફરીયાદી સાથે લગ્ન કરવાનું વચન આપી વિશ્વાસમાં લીધાં હતાં.
જે બાદ આરોપીએ ફરીયાદીને તેણીના ઘરે તેમજ શહેરના અલગ અલગ જગ્યાએ લઈ જઈ અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો હતો. આરોપીએ ફરિયાદીને લગ્ન કરીને આપણે ઓસ્ટ્રેલિયા સેટ થઈ જશું તેવી વાતો કરી હતી. દરમિયાન ફરીયાદી પાસે રૂ.૩૪ હજારના સોનાના દાગીના તેમજ રૂ.૬ લાખ રોકડા તથા ઓનલાઇન મેળવી લીધાં હતાં. જે બાદમાં આરોપીએ ફરીયાદી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application