BREAKING NEWS

ઉનાળાનું અમૃત બની જશે ઝેર! રસ્તા પરથી શેરડીનો રસ ખરીદતી વખતે ક્યારેય ન કરશો  ભૂલ

  • June 06, 2026 02:57 PM 



ભરી ઉનાળામાં જ્યારે ગરમીથી ગળું સુકાવા લાગે, ત્યારે રસ્તા કિનારે મળતો ઠંડો-ઠંડો શેરડીનો રસ આપણને ત્વરિત રાહત અને સ્ફૂર્તિ આપે છે. મર્યાદિત માત્રામાં પીવામાં આવે તો શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. પરંતુ જો તમે આ રસને લારી કે દુકાન પરથી પ્લાસ્ટિકની થેલી (પોલીબેગ) માં પેક કરાવીને ઘરે લઈ જતા હોવ, તો સાવધાન થઈ જજો! ડૉ. બ્રજપાલ ત્યાગીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લોકોને જાગૃત કર્યા છે કે આ સામાન્ય દેખાતી ભૂલ શેરડીના રસને માત્ર થોડી જ મિનિટોમાં ઝેરી બનાવી દે છે


માત્ર 5 મિનિટમાં પોલીબેગમાં કેમ બગડી જાય છે શેરડીનો રસ?
તબીબી સંશોધનો અને નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, શેરડીનો રસ પ્રકૃતિમાં અત્યંત સંવેદનશીલ  હોય છે.


ઝડપી પ્રતિક્રિયા 
શેરડીનો રસ જ્યારે પ્લાસ્ટિકની થેલી અથવા પોલીબેગના સંપર્કમાં આવે છે, ત્યારે તે પ્લાસ્ટિકના કેમિકલ્સ સાથે ખૂબ જ ઝડપથી રાસાયણિક પ્રતિક્રિયા કરવા લાગે છે.


ઝેરી તત્વોનો ફેલાવો
આ પ્રતિક્રિયાના કારણે માત્ર 5 થી 10 મિનિટની અંદર જ રસ સંપૂર્ણપણે દૂષિત થઈ જાય છે.રંગ અને દેખાવમાં બદલાવ
પ્લાસ્ટિક સાથે પ્રતિક્રિયા થતાં જ શેરડીના રસનો રંગ ઘાટો થઈ જાય છે અને તેના પર અસામાન્ય ફીણ (ઝાઝ) વળવા લાગે છે, જે તેમાં થયેલા કેમિકલ


ઇન્ફેક્શનની સ્પષ્ટ નિશાની છે.સ્ટીલ અને પ્લાસ્ટિકના વાસણો પણ છે જોખમી
ડૉ. બ્રજપાલ ત્યાગીના અહેવાલ મુજબ, આ પ્રતિક્રિયા માત્ર પ્લાસ્ટિકની થેલીઓ પૂરતી સીમિત નથી.


મેટલ રિએક્શન:- શેરડીનો રસ કાચ સિવાયના અન્ય કોઈ પણ ધાતુ 
તેમજ પ્લાસ્ટિકના કન્ટેનર સાથે તુરંત જ રિએક્ટ કરે છે.


ગરમીની અસર: -ઉનાળાના ઊંચા તાપમાનમાં આ રાસાયણિક પ્રતિક્રિયાની સ્પીડ બમણી થઈ જાય છે, જેનાથી રસમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે અને તે પેટની બીમારીઓનું કારણ બને છે.


શેરડીનો રસ પીતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?

નાની સાવચેતી રાખીને તમે આ હેલ્ધી ડ્રિંકનો સુરક્ષિત આનંદ માણી શકો છો
૧. ફક્ત કાચના વાસણનો આગ્રહ 
શેરડીનો રસ પીવા માટે અથવા તેનો સંગ્રહ કરવા માટે માત્ર અને માત્ર કાચનો ગ્લાસ કે કાચની બોટલ જ 1૦૦% સુરક્ષિત છે.
૨. તુરંત જ પી લો
શેરડીનો રસ ક્યારેય પેક કરાવીને ઘરે લઈ જવો જોઈએ નહીં. તેને કાઢ્યા પછી તુરંત જ તાજો પી લેવો વધુ હિતાવહ છે.
૩. સ્વચ્છતાની તપાસ 
લારી પર મશીનની આસપાસ માખ્ખીઓ ન હોય અને વિક્રેતા સફાઈ જાળવતો હોય તેવા જ સ્થળેથી રસ પીવો, જેથી ટાઈફોઈડ અને કોલેરા જેવા ઈન્ફેક્શનથી બચી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application