પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે અને ખાસ કરીને ઉનાળુ વેકેશન દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે રાજકોટ અને મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ત્રિ-સાપ્તાહિક ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નં. ૦૯૦૦૬/ ૦૯૦૦૫ રાજકોટ- મુંબઈ સેન્ટ્રલ- રાજકોટ સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન (૧૭-૧૭ ટ્રિપ્સ)ની વિગત આ મુજબ છે:
ટ્રેન નં. ૦૯૦૦૬ રાજકોટ- મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે રાજકોટથી સાંજે ૬.૩૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે ૭.૩૦ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન ૨૨ એપ્રિલથી ૨૯ મે, ૨૦૨૫ સુધી દોડશે. તેવી જ રીતે, ટ્રેન નં. ૦૯૦૦૫ મુંબઈ સેન્ટ્રલ- રાજકોટ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલથી દર સોમવાર, બુધવાર અને શુક્રવારે ૨૩.૨૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે ૧૧.૪૫ વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 21 એપ્રિલથી 28 મે, 2025 સુધી ચાલશે.
આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર અને વાંકાનેર સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર અને એસી 3-ટાયર કોચ હશે.
ટ્રેન નંબર ૦૯૦૦૫ અને ૦૯૦૦૬ નું બુકિંગ આજે તા. ૧૯.૦૪.૨૦૨૫થી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ચાલુ થઈ ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech