મહિલાઓ સિલિન્ડર નથી ઉઠાવી શકતી? નોકરીમાં લિંગ ભેદભાવથી સુપ્રીમ નારાજ
મહિલાઓ સિલિન્ડર નથી ઉઠાવી શકતી? નોકરીમાં લિંગ ભેદભાવથી સુપ્રીમ નારાજ
September 22, 2026 12:02 PM
સુપ્રીમ કોર્ટે લિંગ (જેન્ડર)ના આધારે નોકરીથી વંચિત રાખવામાં આવેલી હરિયાણાની સુમિત્રાને ૧૨ લાખ પિયા વળતર પેટે ચૂકવવાનો આદેશ ઇન્ડિયન ઓઇલ કોર્પેારેશનને આપ્યો છે. કોર્ટે આ મામલે ખૂબ જ કડક ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે આ પ્રકારનો ભેદભાવ નારીત્વનું અપમાન અને તેની ગરિમાની વિદ્ધ છે. કોર્ટે આશ્ચર્ય વ્યકત કરતા મહત્વનો સવાલ ઉઠાવ્યો હતો કે શું મહિલાઓ એલપીજી સિલિન્ડર નથી ઉઠાવી શકતી? તેઓ ઘરમાં રોજ આવા અનેક ભારે કામ કરતી હોય છે. આ મામલાની વિગતો અનુસાર, સુમિત્રાએ વર્ષ ૧૯૮૮માં એલપીજી બોટલિંગ પ્લાન્ટમાં રિફિલિંગ હેલ્પર પદ માટે ઇન્ટરવ્યુ આપ્યો હતો. જોકે, તે સમયે લિંગના આધાર પર તેમને આ પદ માટે યોગ્ય ન ગણીને નોકરી આપવામાં આવી ન હતી. હવે અરજદાર રિટાયરમેન્ટની ઉંમર સુધી પહોંચી ચૂકી હોવાથી કોર્ટે હાલ નોકરી આપવાને બદલે એકસાથે વળતર આપવાનો ફેસલો કર્યેા છે.