BREAKING NEWS

સુપ્રીમ કોર્ટે ફિલ્મ 'મહાપ્રભુ જગન્નાથ' પર પ્રતિબધં મુકવાનો ઇનકાર કર્યેા

  • July 30, 2026 08:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટે ભગવાન જગન્નાથ પર આધારિત એનિમેટેડ ફિલ્મ મહાપ્રભુ જગન્નાથની રિલીઝ પર રોક લગાવવાનો ઇનકાર કર્યેા છે. કોર્ટે જણાવ્યું હતું કે જો થોડા વ્યકિતઓની ધાર્મિક લાગણીઓ પર આધારિત ફિલ્મો અને કલા પર પ્રતિબધં મૂકવાની માંગણીઓ સ્વીકારવામાં આવે છે, તો દેશમાં કલા, સાહિત્ય અને સર્જનાત્મક અભિવ્યકિત માટે કોઈ જગ્યા રહેશે નહીં.
જસ્ટિસ બી.વી. નાગરત્ન અને આર. મહાદેવનની બેન્ચે બુધવારે ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા અને તેના અગાઉના આદેશમાં ફેરફાર કરવાની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ્ર કયુ હતું કે ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી પ્રમાણપત્ર મળ્યું છે અને કોર્ટે અગાઉ રથયાત્રા પછી ૨૮ જુલાઈ અથવા તે પછી તેની રિલીઝને મંજૂરી આપી હતી.
સુનાવણી દરમિયાન, જસ્ટિસ નાગરત્નએ કહ્યું હતું કે જો બે કે ત્રણ લોકોના વાંધાના આધારે ફિલ્મો અને કલાત્મક પ્રસ્તુતિઓ પર પ્રતિબધં મૂકવામાં આવે છે, તો રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોના વિવિધ અર્થઘટનને પણ રોકવું પડશે.
તેમણે કહ્યું, આપણી પાસે કબીરની રામાયણ છે, અને દરેક રાયમાં રામાયણની એક અલગ પરંપરા છે. દરેક વ્યકિત પોતાની સર્જનાત્મકતા અનુસાર પોતાને વ્યકત કરે છે. જો આપણે આવો પ્રતિબધં લાદીશું, તો ટીવી પર રામાયણ અને મહાભારતનું પ્રસારણ પણ બધં થઈ જશે.બેન્ચે એ પણ નોંધ્યું કે આવી ફિલ્મો બનાવવામાં ઘણું સંશોધન થાય છે. કલાકારોની સ્વતંત્રતા ફકત થોડા વ્યકિતઓના વાંધાને કારણે પ્રતિબંધિત કરી શકાતી નથી. ન્યાયાધીશ નાગરત્ને કહ્યું, શું આપણે એમ કહેવું જોઈએ કે ફકત બે કે ત્રણ સંવેદનશીલ વ્યકિતઓના કારણે, દેવી–દેવતાઓ પર કોઈ સર્જનાત્મકતા, સાહિત્ય અથવા શિલ્પ ન હોઈ શકે? એનિમેશન ફિલ્મો બાળકો માટે બનાવવામાં આવે છે. કલાકારોને આ રીતે બંધક બનાવી શકાય નહીં.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application