રખડતા પશુઓ મુદ્દે સુપ્રીમ લાલઘૂમ ખાસ રાષ્ટ્ર્રીય નીતિ બનાવવા તાકીદ
રખડતા પશુઓ મુદ્દે સુપ્રીમ લાલઘૂમ ખાસ રાષ્ટ્ર્રીય નીતિ બનાવવા તાકીદ
August 01, 2026 12:31 PM
દેશભરમાં રસ્તાઓ અને રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગેા પર મુકતપણે રખડતા પ્રાણીઓ હવે અપવાદ નથી પરંતુ એક ગંભીર પડકાર છે. દેશની સર્વેાચ્ચ કોર્ટે કેન્દ્ર અને રાય સરકારોને અકસ્માતો અટકાવવા અને પીડિતોને વળતર આપવા માટે એક સિસ્ટમ સ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો છે. અદાલતે અવલોકન કયુ હતું કે રસ્તાઓ પર મુકતપણે રખડતા ગાય, બળદ અને અન્ય પ્રાણીઓ માત્ર લોકોના જીવન માટે જ નહીં પરંતુ તેમની પોતાની સલામતી માટે પણ ખતરો છે. સમસ્યાની ગંભીરતા પર પ્રકાશ પાડતા, કોર્ટે કહ્યું કે આવા અકસ્માતો હવે એકલ–દોકલ ઘટનાઓ નથી અને તેમને અલગ–અલગ ઘટનાઓ તરીકે ગણવાને બદલે તેમને સંબોધવા માટે રાષ્ટ્ર્રીય નીતિની જર છે. સરકારી ડેટાનો ઉલ્લેખ કરીને કોર્ટે કહ્યું, તાજેતરના વર્ષેામાં પ્રાણીઓના હત્પમલા અથવા સંબંધિત અકસ્માતોને કારણે દર વર્ષે ૧,૩૦૦ થી વધુ લોકોના મૃત્યુ થયા છે તે પરિસ્થિતિ તાત્કાલિક અને અસરકારક કાર્યવાહીની માંગ કરે છે.