BREAKING NEWS

સુરતના ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે 76.44 લાખની છેતરપિંડી: ઈ-સ્ટેમ્પના નામે ઠગાઈ કરનાર દંપતી ઝડપાયું

  • September 12, 2026 08:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચાવતી એક મોટી ઘટના સામે આવી છે. દેશના પ્રખ્યાત ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાના પુત્ર શ્રેયાંશ ધોળકિયા સાથે ૭૬.૪૪ લાખ રૂપિયાની વિશ્વાસઘાત અને ઠગાઈનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જમીનની ખરીદી માટે જરૂરી ઈ-સ્ટેમ્પના બહાને આ માતબર રકમની ઠગાઈ આચરવામાં આવી હોવાની સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે.


પ્રાપ્ત વિગતો અનુસાર, શ્રેયાંશ ધોળકિયા વતી તેમના મેનેજરે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, એક ઈ-સ્ટેમ્પ વેન્ડર અને તેની પત્નીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને જમીન દસ્તાવેજ સંબંધિત ઈ-સ્ટેમ્પ મેળવવાના નામે અલગ-અલગ સમયે કુલ ૭૬.૪૪ લાખ રૂપિયા પડાવ્યા હતા. નાણાં મેળવી લીધા બાદ પણ દંપતીએ ન તો ઈ-સ્ટેમ્પ આપ્યા કે ન તો રકમ પરત કરી, જેના કારણે તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું.


​​​​​​​ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને પુરાવાઓના આધારે આરોપી દંપતીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા દંપતીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ નાણાં ક્યાં વાપરવામાં આવ્યા તથા આ ઠગાઈના નેટવર્કમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News