સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાં PGDCC નો અભ્યાસ કરતી વિદ્યાર્થીની વાણવી કાજલ દ્વારા ભવનના અધ્યક્ષ ડો. યોગેશ એ. જોગસણના માર્ગદર્શન હેઠળ "યુવાનોમાં આક્રમકતા અને કુટુંબ પ્રત્યેના મનોવલણ" અંગેનું સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.
આ સંશોધનનો હેતુ આજના યુવાનોમાં આક્રમકતાનું સ્તર કેટલા પ્રમાણમાં છે?, તેમજ શહેરના અને ગામડાના યુવાનો અને યુવતીઓમાં આક્રમકતાનું પ્રમાણ સરખું છે કે તેમાં તફાવત જોવા મળે છે? તેનું માપન કરવાનો હતો.
આક્રમકતા શું છે?
આધુનિક સમયમાં માનવીના જીવનમાં કેટલીય જુદી-જુદી ઘટનાઓ બનતી રહે છે. જીવનના દરેક તબક્કામાં જુદી-જુદી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેના માટે પોતાની સૂઝ અને સમજથી પરિસ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરતા રહેવું પડે છે. માનવી દરેક પરિસ્થિતિને પહોંચી વળવાની ક્ષમતા ધરાવે છે દરેક પરિસ્થિતિમાં માનવી તેને અનુરૂપ પ્રતિક્રિયા કરવાના પ્રયત્નો કરે છે. પરંતુ જ્યારે તેમાં નિષ્ફળતા મળે છે ત્યારે તેનું પરિણામ હતાશા કે આક્રમકતા જોવા મળે છે. “આક્રમકતા એટલે અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડવી કે મિલકતને નુકસાન કરવાના ઈરાદાવાળું વર્તન કે જે સામાજિક રીતે ન્યાયોચિત નથી”
આ સંશોધનમાં કુલ 1160 યુવાનો પાસેથી માહિતી મેળવવામાં આવી હતી. જેમાં 600 યુવાનો અને 560 યુવતીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં ગામડા અને શહેરમાં એક અલગ અલગ વિસ્તારના લોકો હતા જેમની પાસેથી પ્રશ્નાવલી પદ્ધતિ દ્વારા યોગ્ય અને વ્યવસ્થિત માહિતી એકત્રિત કરવામાં આવી હતી.
સંશોધનના તારણો
યુવતીઓના પ્રમાણમાં યુવાનોમાં આક્રમકતાનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું.જેના શક્ય કારણોમાં કહી શકાય કે આજના યુવાનો મોટા વ્યવસાયો, ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી ઘડવામાં વધારે ઉત્સુક હોય છે. કારણકે તેમની જીવનશૈલી સારી રહે અને સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થતો રહે. પરંતુ જ્યારે તે તે કામ કરવામાં કોઈ મુશ્કેલીઓ આવે અને પરિવારની વધતી જતી અપેક્ષાઓ અને દબાણો આજના યુવાનોમાં આક્રમકતા વધારવા માટેનું એક મુખ્ય કારણ કહી શકાય છે. જ્યારે છોકરીઓ વધારે કોમળ અને લાગણીશીલ હોય છે અને છોકરાઓમાં ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન્સ કે જે આક્રમકતા વધારવા માટે જવાબદાર છે.
આક્રમકતા ઘટાડવા માટેના સૂચનો
- આક્રમકતા કે ગુસ્સો ઉત્પન્ન થતી પરિસ્થિતિથી દૂર રહેવું. જેવા કે ઝઘડા, લડાઈ, કોમી રમખાણો.
- જ્યારે પણ આક્રમકતા કે ગુસ્સો આવે ત્યારે તેને દબાવવો જોઈએ નહીં તેને બહાર લાવી દેવો. કોઈ નકામી વસ્તુ પર કે રમકડા પર મુક્કા મારીને.
- વધારે પડતી આક્રમકતાનો અનુભવ થાય ત્યારે મનને અન્ય કોઈ પ્રવૃત્તિમાં લગાડવાનો પ્રયત્ન કરવો. દા.ત. સંગીત સાંભળવું, ડાન્સ કરવો, રમત રમવી.
- મનને શાંત કરવા માટે ધ્યાન કરવું.
- નાના બાળકો સાથે રમત રમવી જેનાથી શરીરમાં ખુશીના હોર્મોન્સ રિલીઝ થાય છે અને ગુસ્સાનું પ્રમાણ ઓછું થાય છે.
- વિચારોની ગતિ વધારવી, તર્ક કરવો જેનાથી નાની- નાની બાબતમાં આવતા ગુસ્સાનું પ્રમાણ ઓછું થાય છે.
સંશોધનની સમાજમાં ઉપયોગીતા
પ્રસ્તુત સંશોધનમાં યુવાનોમાં આક્રમકતા અને કુટુંબ પ્રત્યેના મનોવલણ અંગેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેના પરિણામોમાં યુવતીઓના પ્રમાણમાં યુવાનોમાં આક્રમકતાનું પ્રમાણ વધારે જોવા મળે છે. યુવાનોમાં જોવા મળતી આક્રમકતા આજના સમયનો મૂળ પ્રશ્ન છે. અત્યારે માતા-પિતા તેના બાળકોને પૂછીને નિર્ણય લે છે. કેમ કે બાળકોને પસંદ ન હોય તેવી વસ્તુ કે કાર્યથી તેઓ ઝડપથી આક્રમક થઈ જાય છે. આ સંશોધન દ્વારા આક્રમકતાને ઘટાડવાના સૂચનો પરથી લોકોને તેના વિશે જાગૃત કરી શકાય છે. આ પરિણામથી ગામડાના લોકોને જાગૃત કરી પ્રસ્તુત સંશોધનને સાર્થક કરી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMYouTubeએ ભારતીયોને બનાવ્યા કરોડપતિ, 3 વર્ષમાં આપ્યા ₹21 હજાર કરોડ
May 02, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech