જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલે સસ્પેન્ડેડ સીપીઆઈ તરલ ભટ્ટને જેલ હવાલે કરાયા ગઈકાલે એટીએસએ રિમાન્ડ ન માંગતા તોડકાંડમાં અન્ય કોઈ છે કે કેમ? તે અંગે સસ્પેન્સ સર્જાયો છે. તરલ ભટ્ટ આગામી દિવસોમાં ઉપરી અદાલતમાં જામીન અરજી કરવામાં આવશે સમગ્ર મામલે જુનાગઢ એસ.જી પી એસ આઈ અને એએસઆઈ હજુ પણ પોલીસ ઝડપી શકી નથી.
જૂનાગઢ પોલીસ તોડકાંડના આરોપી સસ્પેન્ડેડ સીપીઆઈ તરલ ભટ્ટને ગઈકાલે રિમાન્ડ પૂર્ણ થતા એટીએસ દ્રારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે જેલ હવાલેના આદેશ કરતા જુનાગઢ જિલ્લ ા જેલમાં ધકેલાયો હતો તરલ ભટ્ટ આગામી દિવસોમાં ઉપરી અદાલતમાં જામીન અરજી કરશે. જોકે કેસના અન્ય આરોપી એસ ઓ જી પી આઇ ગોહિલ અને એ.એસ.આઇ દીપક જાની હજુ પણ પોલીસ પકડની બહાર છે સમગ્ર તપાસ દરમિયાન અન્ય કોઈ સંડોવાયેલા છે કે નહીં તે અંગે કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી.
જૂનાગઢમાં એસઓજીના તોડકાંડમાં તરલ ભટ્ટની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું અને બેન્ક એકાઉન્ટની ડીટેલ પણ તેણે આપી હોવાનું ખુલ્યું હતું જેથી એટીએસની ટીમ દ્રારા જુનાગઢ કોર્ટમાં રજૂ કરી તરલ ભટ્ટના ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરી હતી પરંતુ કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.ગઈકાલે બપોરે રિમાન્ડ પૂર્ણ થતા જુનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે જેલ હવાલેના આદેશ આપતા ગઈકાલે પોલીસ દ્રારા તરલ ભટ્ટને જુનાગઢ કોર્ટમાં ધકેલાયો હતો અત્રે એ પણ ઉલ્લ ેખનીય છે કેઅટકાયતમાં લેવામાં આવેલા માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટના વધુ રિમાન્ડની માંગ કોર્ટમાં નહીં કરાતા જૂનાગઢ ચિફ મેજિસ્ટ્રેટે તરલ ભટ્ટને યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યેા. સમગ્ર મામલામાં જૂનાગઢ એસોજીના પી.આઈ. ગોહિલ અને એએસઆઈ દિપક જાની હજી પણ પોલીસ પકડની બહાર છે. પોલીસ ફરાર પીઆઈ અને એએસઆઈને પકડવા માટે નવેસરથી ઓપરેશન શ કરે તેવી શકયતાઓ છે. હાલ તો તરલ ભટ્ટને યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવતા સમગ્ર મામલામાં એટીએસ હવે ફરાર આરોપીને પકડવાની દિશામાં પણ કામગીરી શ કરી શકે છે.પોલીસ પકડમાં રહેલા સીપીઆઈ તરલ ભટ્ટ હવે વિશેષ અદાલતમાં જામીન મળે તે માટે આગામી દિવસોમાં જામીન અરજી કરવામાં આવશે તેમ તરલ ભટ્ટના વકીલ જયદેવ જોશીએ પત્રકારોને જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech