ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના સુપર-૮ મુકાબલામાં હાર બાદ ટીમ ઈન્ડિયા આગામી મેચ માટે ચેન્નાઈ પહોંચી હતી, પરંતુ ત્યાં પહોંચતા જ રિન્કુ સિંહને અંગત જીવનમાં એક મોટો આઘાત લાગ્યો છે. રિન્કુ સિંહના પિતાની તબિયત અત્યંત ગંભીર હોવાના સમાચાર મળતા જ તે તાત્કાલિક ધોરણે ભારતીય કેમ્પ છોડીને ઘરે રવાના થઈ ગયો છે.
પિતાની તબિયત નાજુક
મળી રહેલી માહિતી મુજબ રિન્કુ સિંહના પિતાની તબિયત અચાનક લથડતા તેમને ગ્રેટર નોઈડાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો મુજબ રિન્કુના પિતા હાલમાં વેન્ટિલેટર પર છે અને તેમની હાલત ગંભીર છે. મંગળવારની સવારે રિન્કુ સિંહ ચેન્નાઈથી પોતાના પરિવાર પાસે પહોંચવા માટે નીકળી ગયો હતો. આ જ કારણોસર તે ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશનમાં પણ હાજર રહ્યો નહોતો.
ઝિમ્બાબ્વે સામેની મેચ પર સંકટ
ભારતીય ટીમનો આગામી મુકાબલો ૨૬ ફેબ્રુઆરીના રોજ ઝિમ્બાબ્વે સામે થવાનો છે. પિતાની ગંભીર હાલતને જોતા એવું મનાય છે કે રિન્કુ સિંહ આ મેચમાં રમી શકશે નહીં. ટીમ મેનેજમેન્ટ દ્વારા રિન્કુને સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો છે અને તેને પરિવાર સાથે રહેવા માટે રજા આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application