સેલ્ફ ડ્રાઈવમાં ભાડે લીધેલી કારને અકસ્માત નડતા તેના નુક્શાનીન પૈસા માગી કાર માલિક સહિતના ટીઆરબી જવાનના ઘરે જઈ કામ છે કહી બાઇકમ બેસાડી સ્પીડવેલ ચોકમાં લઈ જઈ બેફામ મારમારતા સિવિલમાં ખસેડાયો હતો.
નાના મવા રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે સાનીધ્ય ગ્રીનવાળી શેરીમાં વીર હનુમાન ટાઉનશીપમાં રહેતાં અને ટીઆરબી તરીકે સેક્ટર-૩માં ફરજ બજાવતાં ધ્રુવીત મુકેશભાઇ વિષ્ણુસ્વામી (ઉ.વ.૨૩)ના ગત તા. ૨ના રાત્રીના એક વાગ્યે ઘરે હતો ત્યારે હુડકો ચોકડી પાસે રહેતાં જીત સહિતના શખ્સોએ ટુવ્હીલર પર આવી તેને કામ છે કહી ઘરેથી બાઇકમાં બેસાડી સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોકમાં લઇ જઇ ગાળાગાળી કરી આડેધડ મારમારી બાઇકમાં ઘરે મુકી જતાં યુવકને દુઃખાવો ઉપડતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.
ધ્રુવીતના કહેવા મુજબ તે ટ્રાફિક વોર્ડન તરીકે સેક્ટર-૩માં ફરજ બજાવે છે. બહારગામ જવું હોવાથી હુડકો ચોકડી પાસે રહેતા અને સેલ્ફ ડ્રાઈવમાં કાર ભાડે આપતા જીત પાસેથી સેલ્ફ ડ્રાઇવમાં કાર ભાડેથી લીધી હતી. કાર લઈને ગોંડલ રોડ તરફ જઈ રહ્યો હતો ત્યારે ખોડીયાર હોટેલથી આગળ અકસ્માત થતા કારમાં નુકશાની થવાથી જીતે નુકશાનીના રૂ ૩.૫૦ લાખ માંગ્યા હતાં. આટલી મોટી રકમ ન હોવાથી મેં તેને આપવાની ના પાડતા બે દિવસ પહેલા જીત સહિતના અજાણ્યા માણસો ઘરે આવ્યા હતાં અને કામ છે કરી ઉઠાવી ગયા હતા અને સ્પીડવેલ ચોકમાં લઇ જઈ પૈસાની ઉઘરાણી કરી મારમાર્યો હતો. આક્ષેપો અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application