ગીર ગઢડા પંથકની ૨૩ વર્ષીય નર્સ તરીકે નોકરી કરતી યુવતી પર રાજકોટમાં દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દેવાના ગનામાં ફરાર તળાજાના શખસને પ્ર.નગર પોલીસે ઝડપી લીધો છે.
ગીર ગઢડા પંથકની ૨૩ વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નિકુલ સુરેશ ચૌહાણ (રહે. શોભાવડ, તળાજા) નું નામ આપી જણાવ્યું હતું કે, તેણી રાજકોટમાં હોસ્પિટલમાં નર્સીંગ સ્ટાફમાં જાન્યુઆરી ૨૦૨૫ થી જાન્યુઆરી ૨૦૨૬ સુધી પ્રાઈવેટ નોકરી કરતી હતી.
દોઢેક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ મારફત આરોપી નિકુલ સાથે પરિચય થયા બાદ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલ અને એકાદ વર્ષ પહેલા આરોપીએ ફોન કરી કહેલ કે, હું તને રાજકોટ મળવા આવુ છુ. બાદમાં નિકુલ ચૌહાણે કહેલ કે, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છુ, જેથી તેને લગ્ન માટે હા પાડેલ અને ત્યારબાદ મોટી ટાંકી ચોક પાસે આવેલ સ્ટાર પેલેસ નામની હોટેલમા લઈ ગયેલ અને શરીર સંબંધ બાંધેલ હતો.ત્યારબાદ આ નિકુલ ચૌહાણે લગ્નની લાલય આપી સ્ટાર પેલેસ નામની હોટેલમા અવારનવાર લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો.
ત્યારબાદ ત્રણેક મહિના બાદ તેણી પ્રેગ્નેટ હોવાની જાણ થતા નિકુલ ચૌહાણને ફોન કરેલ અને તેને ગર્ભવતી હોવાની વાત કરેલ તો તેણે પ્રથમ લગ્નની હા કહી હતી. બાદમાં ના કહી નંબર પણ બ્લોક કરી દીધો હતો. તા.૨૫/૪/૨૦૨૬ ના યુવતીએ બાળકીનો જન્મ થયેલ અને બાદ મમ્મી પપ્પાને વાત કરી હતી. ત્યારબાદ આ ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી પ્ર. નગર પોલીસ મથકના પીઆઈ એમ.ડી.મકવાણાની રાહબરી હેઠળ પીએસઆઇ જે.એન.ગમારા અને ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ ચાંપરાજભાઈ ખવડ તથા કોન્સ્ટેબલ દેવગણભાઈ મીરને મળેલ ચોક્કસ બાતમીના આધારે આરોપી
નિકુલ સુરેશભાઇ ચૌહાણ (રહે-નવી કામરોળ વાડી વિસ્તાર, તળાજા) ને પકડી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.