તપાસ દરમિયાન મીઠું પકાવતી ક્યારીઓ સહિતની જગ્યા પરથી પાણી અને માટીના નમૂનાઓ લેવામાં આવ્યા આ અંગે પ્રાંત અધિકારીને પૂછતા તેમણે જણાવેલ છે કે સંબંધિત વિભાગને સોંપેલી કામગીરીનો અહેવાલ તૈયાર કરીને જિલ્લા કલેકટરને મોકલી આપવામાં આવશે આ ઉપરાંત પ્રદૂષણ વિભાગને પણ મોકલવામાં આવશે ત્યારે હવે આ ટાટા કેમિકલ્સ ના સ્થાનિક મેનેજમેન્ટની બે ફિકરાઈ થી જે રીતે જળ જમીન અને જંગલ ઉપરાંત સમુદ્રી જીવ સૃષ્ટિને નુકસાન થયેલ છે અને માનવ વસાહતો તેમજ માનવ શરીરને જે રીતે હાનિ પહોંચી રહી છે તે બંધ થશે કે નહીં તે એક અત્યારે તો પ્રશ્ન જ છે!!!
છે, જેથી દરિયામાં છૂટતા દ્રવ્ય કચરાનો વાસ્તવિક અસરકારક અભ્યાસ થઈ શકે. પ્રાંત અધિકારીએ આ સમગ્ર પ્રક્રિયાની દેખરેખ માટે વિશેષ કમિટી રચી છે, જેમાં ટીડીઓ, મામલતદાર, કૃષિ વિભાગ, વન વિભાગ, નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ કમિટીએ કંપનીના વિવિધ સ્થળોએ વિગતવાર ચેકિંગ કરીને જરૂરી માહિતી એકત્રિત કરી છે. હાલ લેવામાં આવેલા નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ પ્રાંત અધિકારી દ્વારા આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. સ્થાનિકોમાં ઉઠેલી ચિંતા અને પર્યાવરણ પર થઈ શકે તેવા અસરકારક પ્રભાવોને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા ઝડપી પગલાં લેવામાં આવી રહ્યા છે. લેબ રિપોર્ટ આધારે કંપની સામે જરૂરી કાનૂની પગલાં લેવામાં આવશે તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે.
દેવરામ વાલા ચારણ અને અન્ય ફરિયાદીઓની ફરિયાદ છે કે ટાટા કેમિકલ્સ ફેક્ટરી તેના ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઝેરી રજકણો બહાર કાઢે છે જેથી કરીને સુરજકરાડીના ઉદ્યોગનગર,દેવપરા અને આસપાસના વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ થાય છે. ફરિયાદીઓની એવી ફરિયાદ છે કે ટાટા કેમિકલ્સ વર્ષોથી સોલિડ કેમિકલ વેસ્ટ અને લિક્વિડ કેમિકલ વેસ્ટનું પાડલી પાસેનાં દરિયામાં નિકાલ કરતી હોય ત્યારે અહીં મોટા મોટા ડુંગરો સોલિડ વેસ્ટ કેમિકલનાં ખડકેલા છે જેથી આસપાસના ગ્રામ્ય કક્ષાનાં ખેતરોની જમીન બંજર થઈ ગઈ છે.જંગલો નાશ પામ્યા છે. સમુદ્ર કિનારે થતા ચેરના હજારો વૃક્ષો નાશ પામ્યા છે. મીઠાપુરના આસપાસના સૂરજકરાડી,આરંભડા ભીમરાણા જેવા ગામોના તળાવો ટાટા કેમિકલ્સના પ્રદૂષણથી ઝેરી પાણીથી ભરાઈ ગયા છે.
આ ઉપરાંત ટાટા કેમિકલ્સના પ્રદૂષણના ઢગલાના હિસાબે વરસાદ સમયે પ્રદૂષિત વરસાદી પાણી આસપાસના વિસ્તારમાં જતું હોય જમીનના જળ તલ ખારા થઈ ગયા છે.સૌથી અગત્યની વાત કરીએ તો ટાટા કેમિકલ્સનું જે પ્રવાહી કેમિકલ વેસ્ટ સમુદ્રમાં જતું હોય ત્યારે સમુદ્રનો ઘણો બધો ભાગ પ્રદૂષિત થતા મરીન લાઈફ એટલે કે સમુદ્રી જીવસૃષ્ટિ ને ખૂબ જ મોટી હાનિ પહોંચી છે.હજારો જીવસૃષ્ટિ મરણ પામે છે. બેટ અને આરંભડાના સ્થાનિક નાના માછીમારોની રોજી રોટી છીનવાઈ ગઈ છે. છેલ્લા ઘણા વર્ષોથી જે વિસ્તારમાં મોટા પ્રમાણમાં માછલીઓ રહેતી હતી તે હવે ત્યાં જોવા મળતી નથી એટલે સેકડો કુટુંબોનું રોજીરોટી આ ટાટા કેમિકલ્સના પ્રદૂષણના હિસાબે બંધ થઈ ગઈ છે તેવો સ્થાનિક માછીમારોનું આક્ષેપ છે.

ટાટા કેમિકલ્સના આ પ્રદૂષણના લીધે પાંચ કિલોમીટર સુધીનો દરિયો બુરાઈ ગયો છે દરિયાની અંદર ટાટા કેમિકલ્સ નું પ્રદૂષણ એટલું વધી ગયું છે કે કાંઠાથી ત્રણ-ચાર કિલોમીટર સુધી કોઈ જાતની સમુદ્રી જીવ સૃષ્ટિ જોવા મળતી નથી સમુદ્રના તળ ઉપર ત્રણથી ચાર ફૂટ સુધી ટાટા કેમિકલ્સ નું પ્રદૂષણ જોવા મળી રહ્યું છે.
વધુમાં માછીમારોનું જણાવવાનું છે કે બેટ અને આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં સમુદ્રી જીવ સૃષ્ટિ જોવા મળે છે ખાસ કરીને ડોલ્ફિન,શાર્ક માછલી, સમુદ્રી કાચબા, જેલી ફિશ, વિવિધ પ્રકારના કરચલા, કોરલ વગેરે જેવી જીવ સૃષ્ટિ નાશ પામવાના આરે છે.
આ ફરિયાદના અનુસંધાને દ્વારકાના પ્રાંત અધિકારી અને સંબંધીત વિભાગના અધિકારી કર્મચારી પ્રથમ ટાટા કેમિકલ્સ ફેક્ટરીની મુલાકાત લીધી અને ત્યારબાદ દેવપરા ના રહેણાંક વિસ્તારમાં સુપર વિઝન કર્યું. અંતે જ્યાં ટાટા કેમિકલ સોલિડ વેસ્ટ સમુદ્રમાં નાખે છે તે સમુદ્રની અંદર મુલાકાત લઈને અલગ અલગ પ્રકારના સેમ્પલિંગ લઈને પંચરોજ કામ કરેલ છે.
ટાટા કેમિકલ્સ દ્વારા સમુદ્રમાં જેટીનું નિર્માણ કરાયું.
ટાટા કેમિકલ્સ દ્વારા ફેક્ટરી વેસ્ટ કેમિકલના નિકાલથી સમુદ્રમાં પ્રદૂષણ થવાની સેકડો ફરિયાદના લીધે લગભગ ત્રણ ચાર વર્ષ પહેલા પાડલી ગામ સામે સમુદ્રમાં જેટી બનાવવાનું કામ શરૂ કર્યું.૩૦૦ થી ૪૦૦ કરોડ રૂપિયાની જેટી બનાવ્યા બાદ ફેક્ટરીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નીકળતો ઝેરી કેમિકલ હવે જેટી ઉપર પાઇપલાઇન નાખીને ઊંડા સમુદ્રમાં તેનો નિકાલ કરવામાં આવશે તેવા પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું સમુદ્રના કિનારે કેમિકલ નાખવાથી પ્રદૂષણ થાય અને જીવ સૃષ્ટિને હાનિ પહોંચે ત્યારે શું ઊંડા સમુદ્રમાં કેમિકલ નાખવાથી પ્રદૂષણ નહી થાય કે જીવસૃષ્ટિને નુકસાન નહીં થાય?
સેમ્પલ લીધા બાદ શું કંપની વિરૂઘ્ધ પ્રજાલક્ષી નિર્ણય આવશે ?આટલા વર્ષોથી મીઠાપુર સ્થિત ટાટા કેમિકલ્સ ભારત સરકારના અને ગુજરાત સરકારના વિવિધ કાયદાઓનું ભંગ કરે છે અને તેના હિસાબે જે રીતે માનવ વસાહત, માનવ જીવ, હવા, પાણી અને જમીન તમામ પ્રકારના નુકસાન થતા હોવાથી અનેક લોકોએ ઉચ્ચકક્ષા સુધી ફરિયાદો કરવા છતાં સરકારી જવાબદાર અધિકારીઓ એ ટાટા કેમિકલ્સ ની સામે કોઈ પણ પગલાં લીધા નથી જેના હિસાબે ટાટા કેમિકલ્સનું સ્થાનિક મેનેજમેન્ટ કાયમી માટે પોતાની મનમાની કરી રહ્યું છે. ત્યારે પ્રાંત અધિકારીની આગેવાનીમાં આવેલા સરકારી અધિકારીઓ જે રીતે સેમ્પલ લીધા અને ટાટા કેમિકલ્સના સક્ષમ અધિકારીઓને સાથે રાખીને કાર્યવાહી કરી છે તેનું કોઈ પ્રજાલક્ષી નિર્ણય આવશે કે નહીં તે નક્કી કરવું મુશ્કેલ છે.