BREAKING NEWS

ટાટા સન્સે નિયમો મુજબ શેરબજારમાં આવવું જ પડશે: રિઝર્વ બેંકની કડકાઈ

  • November 17, 2026 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ટાટા જૂથની મુખ્ય હોલ્ડિંગ કંપ્ની ટાટા સન્સને શેરબજારમાં લિસ્ટ કરવાના મુદ્દે રિઝર્વ બેન્કે કડક વલણ અપ્નાવ્યું છે. રિઝર્વ બેન્કે સ્પષ્ટ કર્યું છે કે ટાટા સન્સે અપર લેયર નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપ્નીને લાગુ પડતા તમામ નિયમોનું પાલન કરવું પડશે. તેમાં શેરબજારમાં ફરજિયાત લિસ્ટિંગની જોગવાઈનો પણ સમાવેશ થાય છે.



રિઝર્વ બેન્કે 16 નવેમ્બરે ટાટા સન્સને મોકલેલા પત્રમાં આ સ્પષ્ટતા કરી હતી. ટાટા સન્સે છ ઓક્ટોબરે રિઝર્વ બેન્કને પત્ર લખીને કેટલાક નિયમો અંગે માર્ગદર્શન માગ્યું હતું. તેના જવાબમાં રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે કંપ્નીએ કોઈ ચોક્કસ નિયમ કે જોગવાઈ અંગે સ્પષ્ટતા માગી નથી. જોકે, કંપ્નીના બોર્ડમાં થયેલી ચચર્નિે ધ્યાનમાં રાખીને આ રજૂઆત ફરજિયાત લિસ્ટિંગની શરત અંગે હોવાનું માનવામાં આવ્યું છે.



ટાટા સન્સમાં લગભગ 66 ટકા હિસ્સો ધરાવતા ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા કંપ્નીને શેરબજારમાં લિસ્ટ કરવાના વિરોધમાં છે. તેમની દલીલ છે કે કંપ્ની શેરબજારમાં આવ્યા પછી ટૂંકા ગાળાના નફા અને શેરધારકોની અપેક્ષાઓને વધુ મહત્ત્વ આપવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેના કારણે ટાટા જૂથના લાંબા ગાળાના હેતુઓ અને સેવાકીય પ્રવૃત્તિઓને અસર પહોંચવાની શક્યતા છે.



નોએલ ટાટાએ કંપ્નીને ખાનગી રાખવા માટે તેના માળખામાં ફેરફાર કરવાની દરખાસ્ત પણ રજૂ કરી છે. જોકે, ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન અને બોર્ડના મોટા ભાગના સભ્યો રિઝર્વ બેન્કના નિયમોનું પાલન કરીને લિસ્ટિંગની પ્રક્રિયા આગળ વધારવાના પક્ષમાં છે.


ટાટા સન્સમાં આશરે 18 ટકા હિસ્સો ધરાવતું શાપૂરજી પલોનજી જૂથ પણ લિસ્ટિંગ ઇચ્છે છે. કંપ્ની શેરબજારમાં આવે તો આ જૂથને પોતાના રોકાણનું બજારમૂલ્ય નક્કી કરવાની અને હિસ્સો વેચીને નાણાં મેળવવાની વધુ તક મળી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application