BREAKING NEWS

રાજકોટ પાસે ખંઢેરી સ્ટેડિયમ નજીક ટ્રક સાથે બાઇક અથડાતા શિક્ષકનું મોત

  • November 21, 2026 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દોશી હોસ્પિટલ પાસે શિવનગરમાં રહેતા શિક્ષક શાળાએથી ઘરે પરત ફરતા હતા અને કાળ આંબ્યો: ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવીઅમરેલીના પાડરશીંગા પાસે ટ્રેક્ટર પલટી જતાં પોરબંદરના યુવકનું મોત
અમરેલીના પાડરશીંગા ગામ પાસે સાંજના સમયે ટ્રેક્ટર લઈ જઈ રહેલા દીપક ખીમાભાઈ ગરેજા નામના યુવાને કોઈ કારણોસર સ્ટયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. જેથી યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેમને પ્રથમ અમરેલી બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહીં સારવાર કારગત નિવડે તે પૂર્વે યુવાનનુ મોત થયું હતું.


યુવાન પોરબંદરના ઓડદર ગામનો વતની હતો અને અહીં અમરેલી પંથકમાં બાંધકામ સાઈટ પર કામ માટે આવ્યો હતો. યુવાન એક ભાઈ એક બહેનના પરિવારમાં નાનો હોવાનું માલુમ પડ્યું છે.



રાજકોટમાં દોશી હોસ્પિટલ પાસે શિવનગરમાં રહેતા અને પડધરી પાસેની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવનાર પ્રૌઢ સાંજે શાળાએથી બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન ખંઢેરી સ્ટેડિયમ પાસે ટ્રક સાથે બાઈક અથડાતા ગંભીર ઇજા થવા સબબ શિક્ષકનું મોત થયું હતું. બનાવને લઇ ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પરિવારના મોભીનું અકસ્માતમાં મોત થતાં વિપ્ર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.



અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, દોશી હોસ્પિટલ પાસે શિવનગર શેરી નંબર 8 માં રહેતા જયેશભાઈ હસમુખભાઈ જોશી (ઉ.વ.52) નામના પ્રૌઢ ગઈકાલ સાંજે બાઈક લઇ જામનગર રોડ તરફથી રાજકોટ આવી રહ્યા હતા ત્યારે ખંઢેરી સ્ટેડિયમ પાસે ટ્રક સાથે બાઈક અથડાઈ હતી જેથી જયેશભાઈ રોડ પર પટકાતા તેમને માથાનાભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ટૂંકી સારવાર બાદ હોસ્પિટલ બીછાને દમ તોડી દીધો હતો. બનાવને લઈ ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.


અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, જયેશભાઈ જોશી ત્રણ ભાઈ એક બહેનના પરિવારમાં નાના હતા તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. જયેશભાઈ પડધરી પાસેની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તેમના પિતા નિવૃત્ત સરકારી કર્મચારી છે. પ્રૌઢ ગઈકાલે નિત્યક્રમ મુજબ શાળાએ નોકરી પર ગયા હતા અહીં પિરિયડ પૂરો કયર્િ બાદ સાંજે ઘરે પરત ફરી રહ્યા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application