જામનગરમાં 3પ કીમીની ઝડપે ઠંડો ફૂંકાયો
જામનગર સહિત સમગ્ર હાલારમાં એક જ દિવસ મહત્તમ તાપમાન સડસડાટ પાંચ ડીગ્રી નીચે ઉતરી જતા લોકોને રાહત થઇ હતી, ગઇકાલે ધૂળેટીના દિવસે તાપ ઘટતાં રંગરસિયાઓને મજા આવી હતી, સાંજે 3પ કીમીની ઝડપે ઠંડો પવન ફૂંકાયો હતો, આમ ફરીથી તાપમાન 34 ડીગ્રીએ પહોંચી ગયું હતું, જો કે આગામી દિવસોમાં આકરો તાપ ફરી શ થશે, તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે, સામાન્ય રીતે હોળી-ધુળેટી બાદ ગરમીનું પ્રમાણ ખુબ જ વધી જાય છે, આ વખતે શઆતમાં જ જોરદાર ગરમી પડશે તેવી અગાઉથી આગાહી કરવામાં આવી છે. ગઇકાલે સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં તાપમાન 3 થી 4 ડીગ્રી ઘટ્યું હતું.
રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી વધશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે, કલેકટર કચેરીના કંટ્રોલમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ર0.7, મહત્તમ તાપમાન 34, હવામાં 86, પવનની ગતિ 30 થી 3પ કીમી પ્રતિ કલાક જોવા મળી છે, જામનગર સહિત સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં મહત્તમ તાપમાન 38 થી 4ર ડીગ્રી વચ્ચે રહેતા લોકો કંટાળી ગયા હતા અને આખરે આ તાપમાન થોડું ઘટયું છે, તેથી લોકોને રાહત થઇ છે.
ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે, આમ ધીરે-ધીરે મીશ્ર ઋતુની શઆત થઇ ચૂકી છે, તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસી જવું જેવા રોગો ધીરે-ધીરે વઘ્યા છે તે પણ હકીકત છે. કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડી-ગરમીનું મિશ્ર વાતાવરણ જોવા મળ્યું છે, જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શ થઇ છે પણ હકીકત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં મેઘાના આગમને સમુદ્રમાં ૧ર થી ૧પ ફૂટ મોજાં ઉછળ્યા
June 17, 2025 12:31 PMદ્વારકામાં ટ્રાફીકનો નિયમ ભંગ કરનાર દંડાયા : ૧૭ વાહન ડિટેઇન
June 17, 2025 12:23 PMમશ્કરી... હાલારની ર૯૯ સરકારી શાળાને સાધનો, ખર્ચ માટે રૂ. ૫૦૦૦ ની ગ્રાન્ટ !
June 17, 2025 12:19 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર: વાતાવરણમાં ઠંડક પ્રસરી
June 17, 2025 12:10 PMજામનગર : વરસાદી વાતાવરણ વચ્ચે તાપમાન ૩૬.૫ ડીગ્રી : વાદળો છવાયા
June 17, 2025 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech