ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આવતીકાલ તા.૬-૬-૨૦૨૫ને શુક્રવારના રોજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના રૂ.૫૬.૪૨ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્તકરવામાં આવનાર છે.રેસકોર્ષ સંકુલમાં નવનિર્મિત ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી તેમજ એકઝીબીશન હોલનું લોકાર્પણ સહીત કુલ ૧૭ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે.
દરમિયાન કાલે સાંજે 6થી 7 દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટના તમામ 72 કોર્પોરેટરને મળશે. સાંજે 6:30 વાગ્યે વોર્ડ નં.1થી 9 અને 6:30 થી 7 દરમિયાન વોર્ડ નં.10થી 18ના કોર્પોરેટરને મળશે.
જિલ્લા વહીવટીતંત્ર, રાજકોટ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં,રાજકોટ મહાપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પો પૈકી રૂ.૫.૯૦ કરોડના ખર્ચેરેસકોર્ષ સંકુલમાં નવનિર્મિત ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી તેમજ એકઝીબીશન હોલનું લોકાર્પણ તથા રૂ.૫૦.૫૧ કરોડના જુદા જુદા ૧૭ પ્રકલ્પોના ખાતમુહૂર્ત આવતીકાલ તા.૬-૬-૨૦૨૫ને શુક્રવારના રોજ બપોર બાદ ૪ કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
ઉપરોક્ત લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, રોશની સમિતિ ચેરમેન કાળુભાઈ કુગસીયા, શહેરના હોદેદારો તેમજ મહાનુભાવો, રાજકોટ મહાપાલિકાના કોર્પોરેટરો,રાજકોટ મહાપાલિકાના અધિકારી-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેશે.
વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્તની વિગત
(એ) લોકાર્પણ કામ (રકમ રૂ.૫.૯૦ કરોડ)
• રેસકોર્ષ સંકુલમાં નવનિર્મિત ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી તેમજ એકઝીબીશન હોલ
(બી) ખાતમુહૂર્તના ૧૭ કામો (કુલ રકમ રૂ.૫૦.૫૧ કરોડ)
1. વોર્ડ નં.૪માં સેટેલાઇટ ૮૦ ફૂટ રોડ, જયપ્રકાશનગર ૧ અને ૧૪, રાજ હાઈટ્સની અંદર ૪૦ ફૂટ રોડ, મધુવન ૫૦ ફૂટ રોડ, ભગવતીપરા વિસ્તારમાં નંદનવન સોસાયટીની શેરીઓમાં, જય જવાન જય કિશાન રોડ તથા રાધામીરા મેઈન રોડના સાઈડ પડખામાં પેવિંગ બ્લોક નાખવાનું કામ (રકમ કુલ રૂ.૨.૮૮ કરોડ)
2. વોર્ડ નં.૪માં નવી બનતી જુદી જુદી સોસાયટી મેટલીંગ કરવાનું કામ તથા રીધ્ધી સિધ્ધી અને હરસિધ્ધિ સોસાયટીમાં મેટલીંગ કરવાનું કામ (રકમ કુલ રૂ.૧.૦૦ કરોડ)
3. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૪માં ભગવતીપરા મેઈન રોડ, બાકી રહેતો મોરબી રોડ ડેવલપ કરવાનું કામ તથા નવી બનતી સોસાયટીમાં, ભગવતીપરા, શિવમ પાર્ક, સુખસાગર વિગેરે સોસાયટીમાં, લાતી પ્લોટ, ગણેશનગર, રોહિદાસપરા, ખોડીયારપરા વિગેરે રસ્તામાં, ભગવતીપરામાં જયપ્રકાશ પાસેના રોડ પર, રીધ્ધી સિધ્ધી તથા હરસિધ્ધિ સોસાયટીમાં અને સોખડા ચોકડીથી કુવાડવા રોડ સુધી ડામર કરવાનું કામ (રકમ કુલ રૂ.૧૪.૮૩ કરોડ)
4. વોર્ડ નં.૬માં મહિકા મેઈન રોડથી પરશુરામ ઇન્ડ. થઈ માધવવાટિકા સુધી ડ્રેનેઝ મેઈન લાઈન અપગ્રેડ કરવાનું કામ (રકમ કુલ રૂ.૧.૪૧ કરોડ)
5. વોર્ડ નં. ૧૬માં ૮૦ ફૂટ રોડ પાસે આવેલ બાપુનગર સ્મશાનમાં આધુનીકરણ કરવાનું કામ (રકમ કુલ રૂ.૨.૦૨ કરોડ)
6. વોર્ડ નં.૧૬માં નંદા હોલથી સરદાર પટેલ આરોગ્ય કેન્દ્ર સુધીના ૧૫ મી.ટી.પી. રોડ પર પાઈપગટર, યુટીલીટી લાઈન, સી.સી. રોડ તથા સાઈડના પડખામાં પેવીંગ બ્લોક નાખવાનું કામ (રકમ કુલ રૂ.૨.૭૯ કરોડ)
7. વોર્ડ નં.૧૮માં કોઠારિયા મેઈન રોડ પર રેફ્યુઝ સ્ટેશન પાસે જાહેર ટોઇલેટ બ્લોક બનાવાનું કામ (રકમ કુલ રૂ.૪૦.૧૭ લાખ)
8. વોર્ડ નં.૦૨માં ટી.પી. સ્કીમ નં.૯ (રાજકોટ) એફ.પી. નં.સી-૬ માં પાર્ટી પ્લોટ ડેવલપ કરવાનું કામ (રકમ કુલ રૂ.૪.૪૫ કરોડ)
9. વોર્ડ નં.૨માં જાગૃતિ શ્રમજીવી સોસાયટીમાં આવેલ ડૉ.હેડગેવાર પ્રાથમિક શાળા નં.૭૪ નું જુનું બિલ્ડીંગ દૂર કરી નવું બિલ્ડીંગ બનાવવાનું કામ (રકમ કુલ રૂ.૩.૩૬ કરોડ)
10. વોર્ડ નં.૭માં કિશોરસિંહજી સ્કુલ શાળા નં.૧નું રીનોવેશન તથા રેટ્રોફીટીંગ કરવાનું કામ (રકમ કુલ રૂ.૨.૫૪ કરોડ)
11. રાજકોટ શહેરનાં વોર્ડ નં.૧ થી ૧૮ માં જુદી જુદી જગ્યાએ રેઇન વોટર હાર્વેસ્ટીંગ માટે બોર તથા બોર રીચાર્જ સીસ્ટમ કરવાનું કામ (રકમ કુલ રૂ.૧.૯૯ કરોડ)
12. વોર્ડ નં.૭ માં (૧) અવંતિબાઇ લોધી કોમ્યુનિટી હોલ રીનોવેશન કરવાનું (૨) શિક્ષણ સમિતિની ઓફિસમાં સ્ટાફ કવાર્ટર તથા સ્ટાફ ઓફિસ બનાવવાનું (૩) ભૂપેન્દ્ર રોડ પર વોર્ડ નં.૭(ક) અને હાથીખાના પાસે વોર્ડ નં.૭(ડ)ની ઓફિસ રીનોવેશન કરવાનું કામ (રકમ કુલ રૂ.૬૨.૫૭ લાખ)
13. વોર્ડ નં.-૧માં મચ્છુનગર આવાસ યોજના તથા રૈયાધાર આવાસ યોજનાનાં કોમન પ્લોટમાં ર-આંગણવાડી તથા કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ (રકમ કુલ રૂ.૪૨.૦૦ લાખ)
14. વોર્ડ નં.-૧માં ઘંટેશ્વર ગામતળ (જુનું ગામ)માં ડી.આઇ. પાઇપ લાઇન નાંખવાનું કામ (રકમ કુલ રૂ.૬૧.૦૦ લાખ)
15. મુંજકા પોલીસ સ્ટેશનથી નવા ૧૫૦ ફૂટ રીંગરોડ સુધીના રસ્તા ઉપર ૦૫ વર્ષના કોમ્પ્રીહેન્સીવ O & M સાથે નવું સેટર LED લાઇટીંગ કામ (રકમ કુલ રૂ.૨૮.૨૯ લાખ)
16. ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે 25 એમ.એલ.ડી. કેપેસિટીનો ફિલ્ટર પ્લાન્ટ બનાવવાનું કામ (રકમ કુલ રૂ.૧૦.૦૯ કરોડ)
17. ભાદર પાણી પુરવઠા આધારિત ગોંડલ પમ્પીંગ સ્ટેશનમાં ફર્સ્ટ ફ્લોર પર પેનલ રૂમ બનાવવા તથા પરચુરણ રીપેરીંગ કામ (રકમ કુલ રૂ.૭૪.૬૦ લાખ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવડીમાં નિર્દોષ યુવકને પાઇપના ઘા મારી મોતને ઘાટ ઉતારનાર પાંચેયની ધરપકડ
June 07, 2025 03:09 PMકામે લાગી જાવ, ફિલ્ડમાં રહો, લોકો સુધી જાવ, કરેલા કામ બતાવો: કોર્પોરેટરોને સીએમની શીખ
June 07, 2025 03:07 PMરશિયા યુક્રેન પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છેઃ બ્રિટિશ કર્નલની ગંભીર ચેતવણી
June 07, 2025 03:02 PMસીએમએ કોર્પોરેટરોને કહ્યું આધ્યાત્મિક પ્રશ્નો હોય તો પણ પૂછજો, હું તેનો જવાબ આપીશ
June 07, 2025 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech