ભાવનગર મહાપાલિકાની ખાસ સભાંમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતનુ સને. ૨૦૨૫-૨૬ના વર્ષનુ રૂપિયા ૧૯૮.૯૦ કરોડનુ આવક સામે ખર્ચનુ સરભરલક્ષી અંદાજપત્ર મંજુર કરવામાં આવ્યુ હતુ, બેઠક દરમિયાન વિરોધ પક્ષ દ્વારા તંત્ર અને શાસક પક્ષની તૃટીઓ સામે આંગળી ચિંધતા જણાવ્યુ હતુ કે, સ્કૂલોમાં પીવાના પાણીના ટાંકાઓની સફાઈ થતી નથી. ૧૦ સ્કૂલો પાસે રમત ગમતના મેદાન જ નથી. દરેક સ્કૂલના યુનિફોર્મ, ડ્રેસ જુદા જુદા પ્રકારના છે. શિક્ષણ સમિતિ વેલ એજ્યુકેટેડ હોવા છતા અંદાજપત્રમાં સ્ટેન્ડીંગ કમિટીએ ખર્ચમાં શુ કામ કાતર મારવી પડે છે ? તેવો સવાલ વિપક્ષે ઉઠાવ્યો હતો.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૯૮ શાળાઓ છે, જેમાં ૩૦,૦૦૦ બાળકો ધોરણ ૧થી ૮નો અભ્યાસ કરે છે. આગામી વર્ષ ૨૦૨૫-૨૬માં રૂપિયા ૧૯૯ કરોડનો ખર્ચ થવાની ધારણા સાથે અંદાજપત્ર સાધારણ સભા સમક્ષ મુકવામાં આવ્યુ હતુ. આ વેળાએ વિરોધ પક્ષના નેતા જીતુ સોલંકીએ સવાલ ઉઠાવીને તમામ શાળાઓમાં એક સરખા ડ્રેસ રાખવાની માંગણી કરી હતી. પટ્ટાવાળા, સિક્યુરીટી નહીં હોવાથી શિક્ષણ, વિદ્યાર્થીઓ, શિક્ષકોની અસલામતિ ગણાવીને અસામાજીક
વધુમાં વિપક્ષ સભ્ય કાંતિભાઈએ આક્ષેપ કર્યો હતો કે, શાળામાં પાણીના ટાંકીની સફાઈ થતી નથી. સ્માર્ટ ટીવીઓ બંધ હાલતે છે. ફાયર સેફ્ટીના સાધનો બંધ છે. ચર્ચાઓ થાય છે, પણ અમલીકરણ થતુ નથી. ભરતભાઈ બુધેલિયાએ કહ્યું હતુ કે, એક વિદ્યાર્થી પાછળ રૂફ ૫૦ હજાર જેટલો ખર્ચ કરવામાં આવે છે. તો આઈએએસ કે આઈપીએસ કેટલા થયા હોવાનો સવાલ ઉઠાવતા જ શાસક પક્ષના સભ્ય પંકજસિંહ ગોહિલએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો, તેઓએ કહ્યુ હતુ કે, સભાને ગેરમાર્ગે દોરાય છે. ખર્ચ વર્તમાન સમયમાં કરવામાં આવી રહ્યો છે, તો આઈપીએસ કે આઈએએસ આટલા ટૂંકા ગાળામાં કેવી બની શકાય?
વિપક્ષના પૂર્વ નેતા જયદિપસિંહ ગોહિલે મેદાનનો સવાલ ઉઠાવતા તંત્રએ કહ્યુ હતુ કે, ૧૦ સ્કૂલમાં રમત ગમતના મેદાન નથી. તેઓએ કહ્યુ હતુ ટીપીની જગ્યા મેદાન માટે ફાળવો. વિપક્ષ સભ્ય ભરતભાઈએ સ્ટેન્ડીંગ કમિટીએ કાતર મુકવામાં શાસક પક્ષના અસંકલનના મામલે ઉઠાવેલા સવાલ બાબતે સ્ટેન્ડીંગ ચેરમેન રાજુભાઈએ કહ્યુ હતુ કે, સમિતી પાસે ટેકનિકલ સ્ટાફ નહીં હોવાથી સિવીલ કામનો મુખ્ય બજેટમાં સમાવેશ કરાયો છે. એક રૂપિયાનો કાપ નહીં મૂક્યો હોવાનુ જણાવ્યુ હતુ.
શાસનાધિકારી મુંજાલ બડમુલિયાએ સભ્યોને પ્રત્યુત્તર આપતા કહ્યુ હતુ કે, શાળાઓની સલામતિ માટે સીસીટીવી કેમેરા છે. ફાયર સેફ્ટી છે. શિક્ષકોનુ ૯૯૫નું મહેકમ છે. ગત વર્ષ ૧૪૪, ચાલુ વર્ષ ૫૦ શિક્ષકો વધાર્યા છે. ભાડેથી એક માત્ર સ્કૂલ ચાલુ છે. ટાંકાની સફાઈ માટે આચાર્યો પાસેથી ટાઈમ ટેબલ મંગાવ્યા છે. સંગીત માટે પ્રવાશી શિક્ષકો કામ કરે છે. ડ્રોપ આઉટ રેશિયો ૦.૦૧ ટકા છે. સ્કૂલોના મેદાન માટે ૧૭ આખાડાના સંચાલકો સાથે ભુતકાળમાં બેઠક થઈ હતી. ટીપીના પ્લોટમાં મેદાનની વિચારણા છે. ૨૩,૦૦૦ બાળકોથી વધીએ હાલમાં મ્યુ. શાળાઓમાં ૩૦,૦૦૦ બાળકો થયા છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો આકસ્મીક અવસાન પામે તો તેને રૂ.૨૦,૦૦૦ની આર્થિક સહાય ચુકવવામાં આવે છે. સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા ૧૫૫૫ નિરાધાર તેમજ દિવ્યાંગ બાળકોને રૂ.૨૦,૦૦,૦૦૦ની મર્યાદામાં ગણવેશ અને શૈક્ષણિક કીટ સહાયની ચુકવણી કરવામાં આવશે. બેઠકમાં ઉપેન્દ્રસિંહ ચૂડાસમા, અમરશીભાઈ, નરેશ ચાલવા, વર્ષાબા પરમાર, ભરતીબેન બારૈયા સહિતનાએ ચર્ચામાં ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech