મધ્યપ્રદેશના સાગર જિલ્લામાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે જેમાં પૂર્વ બાતમીના આધારે દરોડો પાડવા ગયેલી આયકર વિભાગની ટીમને ઘરમાંથી રોકડ કે દસ્તાવેજો કેટલા મળ્યા તે સામે નથી આવ્યું પરંતુ 4 મગર મળી આવ્યા હતા. પહેલા તો અધિકારીઓ 4 મગરને આમતેમ ફરતા જોઈને ડરી ગયા હતા અને તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી અને વન કર્મચારીઓએ આ ચારેય મગરને રેસ્ક્યુ કરી જંગલમાં પાણીમાં છોડી દીધા હતા. બીજી તરફ ઘરના માલિક સામે વન્યજીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવકવેરા વિભાગની ટીમે એક ઘર પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ઘરમાંથી ચાર મગર મળી આવ્યા હતા. આ બાબતની જાણ વન વિભાગને કરવામાં આવી હતી, ત્યારબાદ મગરોને બચાવી લેવામાં આવ્યા હતા. આ કિસ્સામાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજેશ કેસરવાની સાથે જોડાયેલા કેટલાક સ્થળોએ આ દરોડા પાડવામાં આવ્યા હતા.રાજેશ બીડી ઉત્પાદક, મકાન બાંધકામ કોન્ટ્રાક્ટર અને ભૂતપૂર્વ ભાજપ કાઉન્સિલર છે. જો કે, આવકવેરા વિભાગના કોઈ અધિકારીએ મગરો મળ્યા અંગે કોઈ ટિપ્પણી કરી નથી. જયારે મધ્યપ્રદેશ વન દળના વડા અસીમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ મામલે વન્યજીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.મગરોની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. આ બાબતની સંપૂર્ણ માહિતી કોર્ટને આપવામાં આવશે અને કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે જો કે, અસીમ શ્રીવાસ્તવે કુલ કેટલા મગર મળી આવ્યા અને તે કોનું ઘર હતું તે સ્પષ્ટ કર્યું નથી. સૂત્રો કહે છે કે ઘરમાંથી કુલ ચાર મગર મળી આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech