મેરેજ રજિસ્ટ્રેશન હવે ફરજિયાત છે અને મહાનગર વિસ્તારમાં રજિસ્ટ્રેશનની સત્તા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના મુખ્ય આરોગ્ય અધિકારીને સુપ્રત કરાયેલી છે. આમ છતાં નવદંપતિઓ લગ્ન બાદ તેમની અનુકૂળતાએ અથવા તો જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે રજિસ્ટ્રેશન કરાવવા માટે મહાપાલિકા કચેરીએ આવતા હોય છે પરંતુ આજે રાજકોટ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં એક વર કન્યા લગ્ન મંડપના પરંપરાગત પોષાકમાં આવ્યા હતા અને મેરેજ રજિસ્ટ્રેશન માટે પહોંચ્યા હતા !
શેરવાની-સાફો પહેરીને વરરાજા તેમજ પાનેતર પહેરી આવેલી કન્યાને નિહાળી મહાપાલિકા કચેરીમાં સૌએ સુખદ આશ્ચર્ય અનુભવ્યું હતું કેમકે અગાઉ ક્યારેય આવું બન્યું નથી. વર વધુ સાથે તેના મામા પણ ઉપસ્થિત રહ્યા હતા. રૂબરૂ મુલાકાત દરમિયાન આ નવદંપતિએ તેમનું નામ જણાવવા અનિચ્છા વ્યક્ત કરી હતી. જો કે આ નવદંપતિને લગ્નના પરંપરાગત પોષાકમાં નિહાળ્યા બાદ સ્ટાફએ વિના વિલંબે તેમનું કામ ઉકેલ્યું હતું. મેરેજ રજિસ્ટ્રેશન મામલે લોકોમાં જાગૃતિનો અભાવ છે ત્યારે આ એક પ્રેરણારૂપ કિસ્સો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech