ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે પ્રચારનો પડઘમ તેના અંતિમ તબક્કામાં છે.આવતીકાલે સાંજે છ વાગ્યે ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પડધમ શાંત થશે.હવે રાયમાં ચૂંટણી પ્રચારના છેલ્લ ા ગણતરીના કલાક બાકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ અને અભિનેતાઓ રાયમાં પ્રચડં પ્રચાર કરતા નજરે પડશે. આવતીકાલે પ્રચારનો છેલ્લો દિવસ હોવાથી ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો છેલ્લી ઘડી સુધી મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવશે આવતીકાલે ભાજપ કોંગ્રેસના સ્ટાર પ્રચારકો એક દિવસમાં ગુજરાત ખુદી વળશે.
ગુજરાતની ૨૬ લોકસભા બેઠક અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે તા.૭ મેના રોજ રાયમાં વોટિંગ થવાનું છે. ત્યારે ચૂંટણી માટે પ્રચાર તેના અંતિમ તબક્કામાં છે. રાયમાં ચૂંટણી પ્રચારને હવે ગણતરીના કલાક જ બચ્યા છે. ત્યારે રાયમાં તમામ રાજકીય પાર્ટીઓના દિગ્ગજો પૂરજોશમાં પ્રચાર કરશે.
સ્ટાર પ્રચારકોની વાત કરીએ તો આજે રાયમાં કોંગ્રેસ નેતા શશી થર અને બીજેપીના નવનીત રાણા ચૂંટણી પ્રચાર કરશે. ઉમેદવારો અને કલાકારો રોડ શો યોજીને મતદારોને રીઝવશે. આવતીકાલે સાંજે ૬ વાગ્યાથી ચૂંટણી પ્રચારનો પડઘમ શાંત થશે.આવતીકાલે રવિવારે ૬ કલાકે પ્રચાર પડઘમ શાંત થતાં જ ચૂંટણીનો પ્રચાર ડોર ટૂ ડોર થશે અને છેલ્લી ઘડીએ મતદારોને રીઝવવા રાજકીય પક્ષો પોતાની આખરી બાજી ગોઠવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહળવદમાં ભારે પવન ફૂંકાયા બાદ વરસ્યો વરસાદ
May 06, 2025 12:13 PMકામદારોને સફાઈ માટે ગટરમાં ઉતારાતા હોવાની સરકારની હાઈકોર્ટમાં કબૂલાત
May 06, 2025 12:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech