ઉનાળામાં અષાઢી માહોલ: સૌરાષ્ટ્ર્રમાં ઝાપટાંથી પોણો ઈંચ સુધી વરસાદ પણ જૂનાગઢ કોરુંધાકડ, ચોટીલામાં લોકોએ કરાના તગારા ભર્યા, જુઓ તસવીરો

  • May 06, 2025 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મિનિ વાવાઝોડા જેવા પવનથી ચોટીલા પંથકમાં દીવાલ ધરાશાયી થતાં એકને ઈજા: પશુનું મોત: વૃક્ષો ધરાશાયી થયા, રાજકોટ, ગોંડલ, જસદણ, વીંછિયા, આટકોટ, ઉપલેટા, હળવદમાં હળવોથી ધોધમાર વરસાદ વરસ્યો: જામનગર અને દ્રારકા જિલ્લામાં ઝાપટાં, ખંભાળિયામાં પોણો ઈંચ: જૂનાગઢ કોરુંકટ


ચોટીલા પંથકમાં વાવાઝોડા, કરા સાથે પોણો ઈંચ વરસાદ

યાત્રાધામ ચોટીલામાં સોમવારે સાંજે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને કારણે એકા એક વિયુબિલીટીમાં ઘટાડો થતા ધુળની આંધી સાથે કમોસમી માવઠાનો બે રાઉન્ડ વરસાદ વરસી પડો હતો જેમા સાંજે કરાનો વરસાદ વરસેલ હતો અને રાત્રે પણ જોરદાર પવન સાથે વાવાઝોડા પી ૨૧ મીમી વરસાદ વરસતા જન જીવનને અસર પહોચી હતી.
સાંજે પ્રથમ જોરદાર પવન અને ધુળની આંધી  ઉડી હતી, વિજળીના કડાકા ભડાકા અને કરાનો વરસાદ તૂટી પડો જેના કારણે ખેડૂતો ને માવઠાનો માર, ખેતી ને નુકશાન, વૃક્ષો ધરાશાયી અને શહેરમાં પાણી ભરતા દુકાનોમાં ઘુસ્યાં તેમજ વીજ પુરવઠો ડૂલ થતા અનેક લોકો હેરાન પરેશાન થયા હતા. 

તાલુકાનાં નવા ગામમાં બાથમ ની દિવાલ ઘસી પડી હતી જેમા વાલાભાઇ ઘાઘળ ને ઇજા પોહચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ તેમજ વીજ પડવાથી અકાળા ગામે એક ભેસ મરણ પામેલ છે. માવઠાનાં બે રાઉન્ડ વરસાદમા યાત્રાધામની બજારમાં પાણી ભરાતા પાલિકા તત્રં ની લાપરવાહી નો ભોગ વેપારીઓ બન્યાં હતા. મેઇન બજારને થોડા વરસાદે પાણી પાણી કરી દિધી હતી. કહેવાતી પ્રિ મોન્સૂન કામગીરીનાં તેમજ હવામાન વિભાગની આગાહી સામે તંત્રની જાગૃતતાનાં ધજીયા ઉડી ને આંખે વળગ્યાં હતા શહેરમાં રસ્તા ઉપરનાં અનેક નાળાઓ ગેબીજનોની કૃપાથી બુરાઈ જતા વરસાદી પાણીનો નિકાલ બધં થયો હતો જેના કારણે દુકાનોમાં પાણી ઘુસ્યા હતા. સ્થાનિક પાલિકાની નિષ્ફળતાનો લોકોએ રોષ ઠાલવ્યો હતો


ચોટીલા વિસ્તારમાં વાવાઝોડાએ તારાજી સર્જી હતી. અનેક ઠેકાણે લ પ્રસંગોમાં મંડપ સમીયાણા ઉડાં હતા સાંજના લ પહેલા વાવાઝોડું વરસાદ ત્રાટકતા રમખાણ મચી જવા પામી હતી શહેરમાં બસસ્ટેન્ડ, પરમાર શેરી, વીશા શેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષ પડવાથી અનેક રસ્તાઓ, બ્લોક થયા હતા. અનેક ઠેકાણે વાયરો પડી જતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જે મોડી રાત સુધી કાર્યરત ના થતા લોકો બેબાકળા બની ગયા હતા.
રાયમાં કહેવાતી પ્રિ મોન્સૂન કામગીરી અને માવઠાની આગાહી સામે તત્રં અને તત્રં વાહકો ખૂબ હળવાશ લીધી હોય તેવું જોવા મળેલ હતું કુદરતે સમય એવો લીધો કે કોઇ મોટી જાનહાનિ થઇ નથી પરંતુ લોકોએ ભોગવેલી પરેશાની અનેક વિભાગનાં તત્રં વાહકોને એક સબક આપેલ હોય તેવું લોકો કહી રહ્યા છે. 


આટકોટમાં રાત્રે વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો

આટકોટ રાત્રે બાર વાગ્યે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા અને ભારે પવન સાથે વિજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો હતો રસ્તા પર પાણી વહી નિકળ્યા હતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી ભારે પવન કારણે સદણ ચોકડી એ હોડીગ તુટી ગયું હતું સાથે થાંભલાો પણ નિકળી ગયો હતો જોકે કોઈ મોટી જાનહાની ન થતાં રાહત ફેલાઇ હતી પણ આવાં રોડ પર હોડીગ કયારેય કોઈનાં મુત્યુ ઈજાનાં ભોગ બનશે આ બાબતે તત્રં ધ્યાન આપી હટાવી લેવા જોઈએ જેથી કોઈ દુર્ધટના ન બને રાત્રે બે કલાક વિજળી ગુલ થઈ જતાં લોકો હેરાનપરેશાન થયાં હતાં  પીજીસીએલ ફોન સતતં એગેજ આવતાં હતાં વરસાદ રહ્યા પછી બે કલાકે લાઈટ આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો


ઉપલેટામાં વહેલી સવારે વરસાદ વરસ્યો

શહેરમાં આજે વહેલી સવારે કડાકા ભડાકા સાથે ૨૦ મિનિટ વરસેલા વરસાદમાં સમગ્ર શહેરમાં પાણી પાણી થઇ જવા પામ્યું હતું. સામાન્ય નુકસાની સિવાય કોઇ મોટી જાનહાની જોવા મળી નહોતી. આજે વહેલી સવારે ઉપલેટા પંથકમાં પોણા ચાર વાગ્યે વિજળીના ભારે કડાકા ભડાકા, પવન સાથે ૧૫ મીમી જેવો વરસાદ પડતા શહેરમાં પાણી જોવા મળ્યું હતું. ૨૦ મિનિટ વરસેલા વરસાદમાં અનેક સ્થળોએ જાહેરાતના નાના બેનરો, વાયરો અને નાના ઝાડવા પડી ગયાના બનાવો બન્યા હતાં. મોટી કોઇ જાનહાની થવા પામેલ નહોતી. માવઠા જેવો વરસાદ થતાં ખેડૂતોને માટે નુકસાન કરતા સાબિત થયેલ છે


જામનગર–દ્રારકામાં તોફાની પવન સાથે માવઠાનો માર


રાજયના હવામાનમાં એકાએક બદલો આવ્યો છે, આગાહી મુજબ કેટલાક ગામોમાં ભારે વરસાદ અને કરા પડયા છે, જામનગર અને દેવભુમિ દ્રારકા જિલ્લાના ગામોમાં ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફત્પંકાયા બાદ કરા પડયા છે, ખંભાળીયામાં અડધો ઈંચ ધ્રોલ, જોડીયા અને કલ્યાણપુરમાં ભારે ઝાપટા અને મધરાત્રે ૨ વાગ્યે ઓખામંડળના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, આમ જામનગર જિલ્લાના મહત્તમ તાપમાનમાં ૩ ડીગ્રીનો ઘટાડો થયો છે, તોફાની પવનની સાથે ખેડુતોને માવઠાનો માર પડયો છે, આજે પણ હાલારમાં માવઠુ થવાની આગાહી કરવામાં આવી છે, જેથી ખેડુતોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું છે. 


ગઇકાલે સાંજે કાલાવડ તાલુકાના કેટલાક ગામડાઓમાં ભારે વરસાદી ઝાપટા સાથે મોટા–મોટા કરા પડયા હતાં, બાલંભડી, નિકાવા, આણંદપર, શીશાંગ સહિતના ગામોમાં ધુળની ડમરી ઉડયા બાદ ૬૦ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફત્પંકાયો હતો અને થોડો સમય કર્યા પડયા હતાં. ગામડાઓમાં માર્ગેા ભીના થયા હતાં અને એકાએક વરસાદી ઝાપટા પડતાં ખેડુતોના ઉનાળુ પાકને ભારે નુકશાન થયું હોવાના અહેવાલો આવી રહ્યા છે. કાલાવડ પંથકના કેટલાક ગામડાઓમાં વિજળીના વાયરો તુટી ગયાની ફરિયાદ પણ સામે આવી છે અને ૩ થી ૪ કલાક વિજળી રાણી ગુલ થઇ ગઇ હતી. 


ઓખામંડળ વિસ્તારમાંથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઇકાલે મોડી રાત્રે ૨ વાગ્યા આસપાસ ભારે વરસાદી પવન ફત્પંકાયો હતો, વાતાવરણમાં ભારે ઠંડક જોવા મળી હતી, જોરદાર ઝાપટાને કારણે માર્ગેા ઉપર પાણી ચાલ્યા ગયા હતાં, ઓખા, બેટ દ્રારકા, ભીમરાણા, સુરજકરાડી, ગઢેચી સહિતના ગામોમાં વરસાદના ભારે ઝાપટા પડયા હોવાનું જાણવા મળ્યું છે. વિજળીના ભારે કડાકા–ભડાકા વચ્ચે વરસાદ પડતાં થોડો સમય પણ ભયભીત થઇ ગયા હતાં, એકાએક વરસાદને કારણે ખેડુતોના પાકને ભારે નુકશાન થયું છે. તાપમાનમાં ૩ ડીગ્રીનો ઘટાડો થયો છે, આજે પણ ઓખામંડળ વિસ્તારમાં ભારે વરસાદ પડશે તેવી હવામાન ખાતાની આગાહી કરવામાં આવી છે. 


જામનગરમાં પણ વિજળીના ભારે કડાકા–ભડાકા થયા હતાં, એટલું જ નહીં એકાદ સ્થળે વિજળી પડી હોવાનું પણ બહાર આવ્યું છે, પરંતુ કન્ટ્રોલ રૂમ તરફથી આવી કોઇ માહિતી આપવામાં આવી નથી. જામનગરના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે, વાદળો ઘેરાયા છે અને આજે પણ વરસાદી ઝાપટા પડે તેવી આગાહી કરવામાં આવી છે.


હળવદ પંથકમાં કમોસમી માવઠું થવાથી જગતનો તાત ચિંતાતૂર

હવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે હળવદ  શહેર અને  ગ્રામ્ય વિસ્તારોમાં  રાત્રે એકાએક વાતાવરણમાં પલટો મારતા આકાશમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું ત્યારે હળવદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કડાકા ભડાકા પવન વંટોળ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું આમ કમોસમી વરસાદ પડતાં ધરતી પુત્રો ને ચિંતામાં વધારો થયો હતો વાવાઝોડું ડમરીને પવન સાથે જોરદાર વરસાદનું ઝાપટું હળવદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ખાબકયું હતું. કમોસમી વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાનની દહેશત ફેલાઈ છે. આમ હવામાન વિભાગની આગાહીના પગલે હળવદ પંથકમાં વાવાઝોડા સાથે મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.
ગરમીના ઉકળાટથી લોકોને મળી આંસિક રાહત હતી, કાળઝાળ ગરમી બાદ રાત્રે ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકયો હતો,વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા હળવદમાં વીજળી ગુલ થઈ હતી, ભારે ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા.

ભારે પવન ફંકાવાથી કેટલીક જગ્યાએ લના મંડપ ઉડા હતા, તો કેટલીક જગ્યાએ છાપરા ઉડવાની ઘટનાઓ પણ સામે આવી હતી, શહેરના અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન કડાકા ભડાકા ગાજવીજ સાથે મેધરાજાની પધરામણી થઈ હતી


જસદણમાં હળવું ઝાપટું: વીજ પુરવઠો ખોરવાતા લોકો ત્રાહિમામઆજકાલ પ્રતિનિધિ

જસદણ શહેરમાં  ગઈકાલે સાંજે માવઠામાં સામાન્ય વરસાદના પડતા જ  વીજ ધાંધિયા શ થતા લોકોને ભારે  હાલાકીનો સામનો કરવો પડો હતો. જસદણ શહેરમાં ગઈકાલે સાંજે પાંચ કલાકે આસપાસ પવન સાથે વરસાદના સામાન્ય  છાંટા  પડતા જ વીજ પુરવઠો ગુલ થયો હતો. સાંજે ૫–૩૦  કલાકે વીજ પુરવઠો ગુલ થઈ ગયા બાદ રાત્રિના ૭–૩૦ વાગ્યા બાદ વીજ પુરવઠો  શ  થયો  હતો. વીજળી ગુલ થવાથી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. બીજી બાજુ પીજીવીસીએલ જસદણ કચેરીના ફોલ્ટ સેન્ટર નંબર સતત કલાકો સુધી વ્યસ્ત હોવાથી લોકો ફોલ્ટ પણ લખાવી શકયા ન હતા. યારે પણ જસદણમાં વીજ પુરવઠો ઠપ થાય છે ત્યારે  ફોલ્ટ સેન્ટરમાં સંપર્ક થઈ શકતો નથી. રાત્રે ૭–૩૦ કલાક બાદ વીજ પુરવઠો શ થયા બાદ મોડી રાત્રે ૧૨ વાગ્યાથી વહેલી સવારે ૪ વાગ્યા દરમિયાન પાંચ વખત વીજ પુરવઠો ઠપ થયો હતો. આમ લોકોને અડધી રાત્રે પણ  વીજ સમસ્યાનો સામનો કરવો પડો હતો અને રાત્રે વીજ પુરવઠો નહીં હોવાથી ઉનાળાની ગરમીમાં પંખા અને એસી વગર હાલાકી ભોગવી પડી હતી. હજુ આગામી ત્રણ ચાર દિવસ સુધી માવઠાની આગાહી છે ત્યારે વીજ તત્રં દ્રારા યોગ્ય ધ્યાન આપીને  માવઠા અને વરસાદ દરમિયાન પણ વીજ પુરવઠો યથાવત ચાલુ રહે તે માટે તત્રં દ્રારા યોગ્ય કરવામાં આવે તેવી નાગરિકોની લાગણી અને માગણી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application