સૌરાષ્ટ્ર્ર કચ્છ સહિત રાયના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો ઉચકાયો છે. પરંતુ આમ છતાં ઠંડીનો ચમકારો હજુ જળવાઈ રહ્યો છે. ઠંડા પવનને કારણે ઠંડીની અસર હજુ જોવા મળતી હોવાનું હવામાન વિભાગ જણાવે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભાવનગર પોરબંદર રાજકોટમાં ત્રણ ત્રણ ડિગ્રી, વેરાવળ અને અમરેલીમાં બે, ઓખામાં એક ડિગ્રી લઘુતમ તાપમાન વધ્યું છે. પરંતુ આમ છતાં સવારે ઠંડીનું પ્રમાણ જોવા મળે છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘટી ગયું છે. પરંતુ પ્રતિ કલાકના સરેરાશ ૧૫ કિલોમીટરની ઝડપે પવન ફંકાતો હોવાથી ઠંડીની અસર હજુ જોવા મળે છે.
સમગ્ર રાયમાં એક માત્ર નલિયામાં લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને આજે નલિયામાં લઘુતમ તાપમાન ૭.૬ ડીગ્રી નોંધાયું છે. અમરેલીમાં ૧૬.૨ ભાવનગરમાં ૧૬.૫ દ્રારકામાં ૧૬.૮ ઓખામાં ૨૦.૬ પોરબંદરમાં ૧૫.૨ રાજકોટમાં ૧૩.૩ વેરાવળમાં ૧૮.૯ ભુજમાં ૧૩.૭ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વડોદરામાં એક સાથે ચાર ડિગ્રીના વધારા સાથે આજે લઘુતમ તાપમાન ૧૭.૨ ડિગ્રી રહેવા પામ્યું છે. સુરતમાં બે ડિગ્રીના વધારા સાથે ૧૮.૪ અમદાવાદમાં ૧૫ ગાંધીનગરમાં ૧૪.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
પોરબંદર મહત્પવા નલિયા વેરાવળ સુરત દમણ ડાંગ ડીસા અને દીવમાં મહત્તમ તાપમાન ૩૦ થી ૩૩.૫ ડિગ્રીએ પહોંચી ગયું છે. સૌથી વધુ તાપમાન ડાંગમાં ૩૩.૫ ડિગ્રી નોંધાયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ આગામી દિવસોમાં પણ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે.બીજી બાજુ જમ્મુ કશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં વરસાદ અને બરફ વર્ષા ચાલુ છે. ત્યાં આવતીકાલે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન સર્જાઇ રહ્યું છે. આસામમાં સાઇકલોનિક સકર્યુલેશન છે અને તેના કારણે જમ્મુ કશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખડં આસામ સહિતના રાયોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમજીવાણાનો યુવાન રાષ્ટ્રીયકક્ષાની બેડમીન્ટન સ્પર્ધામાં દાખવશે કૌવત
May 02, 2025 02:22 PMપોરબંદરમાં રોડમાં અડચણપ એવા ખાનગી નાના દેવસ્થાનનું મનપાએ કર્યુ ડિમોલીશન
May 02, 2025 02:20 PMપોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં ૧૫૦૦થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ
May 02, 2025 02:19 PM૫ોરબંદરના રોકડિયા હનુમાન મંદિરે યોજાયું સફાઈ અભિયાન
May 02, 2025 02:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech