યૂ-ટ્યૂબ, સાપ્તાહિકના નામે આરટીઆઇને હાથો બનાવી તોડબાજી કરતા તત્ત્વો સામે કાર્યવાહી વચ્ચે એક મોટા એક્શનમાં પોલીસે ૧૦ પત્રકારોની ધરપકડ કરી હતી. ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં છ પ્લોટમાં બાંધકામ કરનાર કારખાનેદાર પાસેથી ૨૨.૫૦ લાખનો તોડ કરનાર પ્રકાશ રાઠોડની ધરપકડ બાદ પૂછપરછમાં બીજા ૨૫ તોડબાજોના નામ બહાર આવ્યા હતા. ઉધના પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ મોટા વરાછા, સૌરાષ્ટ્ર પેલેસમાં રહેતા અલ્પેશ દિનેશ ઘેલાણી (ઉ.વ. ૪૨, મૂળ રહે. મોરબા, તા. ગારીયાધાર, જિ. ભાવનગર)એ ગત જાન્યુઆરી-૨૪માં ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં છ પ્લોટમાં બાંધકામ હાથ ધર્યું હતું. બીજા માળનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે જૂન-૨૪માં પ્રકાશ રાઠોડ આવ્યો હતો. તેણે પોતે પવિત્ર દર્પણ સાપ્તાહિકના પત્રકાર હોવાનું જણાવ્યું હતું. બાંધકામ ગેરકાયદે હોવાની દમદાટી આપી કારખાનેદાર પાસે ૨૫.૧૨ લાખની ખંડણી માંગી હતી. નહિ આપે તે સંજોગોમાં મનપા અને કલેક્ટરના સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરી તે તોડાવી નાંખવાની ધમકી આપી છ મહિનાના સમયગાળામાં આ શખ્સ ૨૨.૫૦ લાખ રૂપિયા લઇ ગયો હતો. વધુ ત્રણ લાખ નહિ ચૂકવતાં મનપામાં અરજી કરી બાંધકામ તોડાવી નાંખતાં આ કારખાનેદાર પોલીસ
મથકે પહોંચ્યો હતો અને ખંડણીની ફરિયાદ કરતાં પોલીસે આ તોડબાજની ધરપકડ કરી હતી. જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈએ આરોપી પ્રકાશની પૂછપરછ કરતાં તેણે વટાણા વેરી દીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech