ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનો આર્થિક વિકાસ દર ધીમો પડીને 6.5ટકા થવાની સંભાવના છે. છેલ્લા છ ક્વાર્ટરમાં આ સૌથી ધીમી વૃદ્ધિ હશે. એક સર્વેમાં સામેલ 26 અર્થશાસ્ત્રીઓએ આ અનુમાન લગાવ્યું છે. છેલ્લા ક્વાર્ટરમાં વિકાસ દર 6.8 ટકા હતો. બીજા ક્વાર્ટરના સત્તાવાર ડેટા 30 નવેમ્બરના રોજ જાહેર થવાની ધારણા છે.
અર્થશાસ્ત્રીઓએ ભારતની જીડીપી વૃદ્ધિ 6.20ટકા અને 6.85ટકાની વચ્ચે રહેવાનો અંદાજ મૂક્યો છે. જો આ અંદાજો સાચા સાબિત થાય છે, તો વૃદ્ધિ દર બીજા ત્રિમાસિક ગાળા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સાત ટકાના અંદાજ કરતાં નીચો હશે, જે સેન્ટ્રલ બેંકની ઓક્ટોબરની મીટિંગમાં 7.2ટકાથી ઘટાડીને સુધારવામાં આવ્યો હતો. સર્વેમાં સમાવિષ્ટ માત્ર બે અર્થશાસ્ત્રીઓએ જૂન ક્વાર્ટર કરતાં આર્થિક વૃદ્ધિની ગતિ વધુ રહેવાની અપેક્ષા રાખી છે.
અર્થવ્યવસ્થામાં મંદી માટે ઘણા કારણો દશર્વિવામાં આવ્યા છે. ઇકરા લિમિટેડના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે દેશના વિકાસને બીજા ત્રિમાસિક ગાળામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો, જેણે ખાણકામ પ્રવૃત્તિ, વીજળીની માંગ અને છૂટક ગ્રાહક આધારને અસર કરી અને વેપારી માલની નિકાસમાં પણ ઘટાડો કર્યો. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમણે કહ્યું હતું કે સારા ચોમાસાનો લાભ આગળ પણ મળશે અને ખરીફ ઉત્પાદનમાં વધારો અને જળાશયોની ભરપાઈને કારણે ગ્રામીણ માંગમાં સતત સુધારો થવાની સંભાવના છે.
એચડીએફસી બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી સાક્ષી ગુપ્તાએ જણાવ્યું હતું કે ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ 6.8 થી 7ટકા આસપાસ રહેવાની ધારણા છે. ગ્રામીણ માંગમાં વૃદ્ધિ અને સરકારી ખર્ચમાં વધારો વૃદ્ધિને ટેકો આપે તેવી શક્યતા છે. જીએસટીનું ઊંચું કલેક્શન, પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ, ઈ-વે બિલનો વધારો ઓક્ટોબરમાં પ્રવૃત્તિમાં સુધારો દશર્વિે છે.
સર્વેમાં સામેલ અર્થશાસ્ત્રીઓનું એમ પણ કહેવું છે કે નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં સરેરાશ જીડીપી વૃદ્ધિ દર બીજા ક્વાર્ટરમાં 6.5 ટકાની વૃદ્ધિ સાથે 6.6ટકા રહેશે. જો કે, કેટલાક અર્થશાસ્ત્રીઓ પ્રથમ અર્ધ કરતાં બીજા અર્ધમાં વધુ મજબૂત રહેવાની અપેક્ષા રાખે છે.
અગાઉ, ભારતીય સ્ટેટ બેંકના અર્થશાસ્ત્રીઓએ પણ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર ધીમો પડીને 6.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. દેશના આર્થિક વિકાસ દર અંગેની ચિંતા અને તે ધીમો પડવાની સંભાવના વચ્ચે, વિશ્લેષકોએ જણાવ્યું હતું કે તેઓ નાણાકીય વર્ષ 2024-25માં વિકાસ દર સાત ટકાની નજીક પહોંચવાની અપેક્ષા રાખે છે.
ઈન્ડિયા રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી અને પબ્લિક ફાઈનાન્સના વડા દેવેન્દ્ર કુમાર પંતે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024-25ના અંતે સરકારનો મૂડી ખર્ચ રૂ. 11.11 લાખ કરોડના બજેટ અંદાજ કરતાં રૂ. 62,000 કરોડ ઓછો હશે. જોકે, પંતે જણાવ્યું હતું કે સરકારી મૂડી ખર્ચ હજુ એક વર્ષ અગાઉ કરતાં 10.6 ટકા વધુ રહેશે. સરકારે શરૂઆતમાં મૂડી ખર્ચમાં 17.6 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો.
રાજકોષીય ખાધ 4.75 ટકા રહેવાનો અંદાજ
ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચએ જણાવ્યું હતું કે સરકાર નાણાકીય વર્ષ 2024-25માં રાજકોષીય ખાધને 4.75 ટકા પર રાખવામાં સક્ષમ હશે, જે બજેટના લક્ષ્યાંક કરતાં 0.19 ટકા ઓછી છે. સબસિડી સિવાયનો આવક ખર્ચ ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીના 0.12 ટકા હશે, જે બજેટ અંદાજ કરતાં ઓછો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવન-ટાઇમ જીએસટી માફી યોજના હેઠળ વેપારીઓને મળશે મોટી રાહત
May 03, 2025 02:44 PMબાળકના હાથ બાંધી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યના ગુનેગારને આજીવન કેદ, દંડ
May 03, 2025 02:36 PMરાજકોટની એવી આંગણવાડી.. જ્યાં ભૂલકાંને પાણી પીવાનું રીમાઇન્ડર આપવા વાગે છે વોટર બેલ!
May 03, 2025 02:18 PMપ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ '25ની યાદીમાં ભારત 151મા ક્રમે
May 03, 2025 02:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech