એક સમય હતો, જ્યારે શત્રુઘ્ન સિન્હા ફિલ્મી પડદા પર બોલ્ડ અંદાજમાં ’ખામોશ’ કહેતા હતા, ત્યારે સિનેમાઘરોમાં તાળીઓ પડતી હતી. ફિલ્મોથી રાજનીતિમાં આવેલા શત્રુઘ્ન સિંહા 17મી લોકસભાના કાર્યકાળ દરમિયાન હંમેશા મૌન રહ્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં સાંસદોએ પોતપોતાના વિસ્તારના લોકોની ચિંતાઓ, મુદ્દાઓ અને અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ 543 સાંસદોમાંથી કેટલાક એવા પણ છે જેમણે ભાગ્યે જ સંસદીય પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે. શત્રુઘ્ન સિંહા સહિત લગભગ નવ સાંસદો પાંચ વર્ષમાં એક પણ વખત લોકસભામાં બોલ્યા નથી. જેમાં નેતા-અભિનેતા સની દેઓલનો પણ સમાવેશ થાય છે.
સની દેઓલનો ડાયલોગ ’તારીખ પે તારીખ’ ખૂબ જ લોકપ્રિય છે. પાંચ વર્ષ પછી પણ ગુરદાસપુરથી ભાજપ્ના સાંસદ સની દેઓલ લોકસભામાં બોલવાની તારીખ આવી નથી. તેઓ તેમના મતવિસ્તારમાં ઓછા જાય છે જેના કારણે અવારનાવર સ્થાનિકો દ્વારા અભિનેતા લાપતા થયા હોવાના પોસ્ટર લગાવી વિરોધ કરવામાં આવે છે. જે સાંસદો ચૂપ રહ્યા તેમાં બીજાપુર (કણર્ટિક)ના ભાજપ્ના રમેશ ચંદપ્પા જીગાજીનાગીનો સમાવેશ થાય છે. કેમ કે નાદુરસ્ત તબિયતના કારણે તેઓ મોટાભાગે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શક્યા ન હતા.
ઘોસી (ઉત્તર પ્રદેશ) બેઠક પરથી બહુજન સમાજ પાર્ટીના સાંસદ અતુલ રાય 17મી લોકસભામાં ગેરહાજર રહ્યા હતા. એક કેસમાં તે ચાર વર્ષ જેલમાં હતા. વર્તમાન લોકસભાના સમગ્ર કાર્યકાળ દરમિયાન જે અન્ય પાંચ સાંસદો કંઈ બોલ્યા ન હતા તેમાં ટીએમસીના દિવ્યેન્દુ અધિકારી (પશ્ચિમ બંગાળ), ભાજપ્ના પ્રધાન બરુઆ (આસામ), બી.એન. બચે ગૌડા, અનંત કુમાર હેગડે અને વી. શ્રીનિવાસ પ્રસાદ (કણર્ટિક)નો સમાવેશ થાય છે.
અટલ બિહારી વાજપેયીની સરકારમાં મંત્રી રહી ચૂકેલા શત્રુઘ્ન સિંહા ભાજપ છોડીને ટીએમસીમાં જોડાયા હતા. એપ્રિલ 2022માં, તેઓ ટીએમસીની ટિકિટ પર આસનસોલ પેટાચૂંટણી જીતીને લોકસભા પહોંચ્યા હતા. તેઓ ઘણી વખત ગૃહમાં જોવા મળ્યા હતા અને વિપક્ષના પ્રદર્શનમાં પણ ભાગ લીધો હતો, પરંતુ તેમણે ન તો ગૃહમાં કોઈ પ્રશ્ન પૂછ્યો હતો અને ન તો તેમના વિસ્તારને લગતો કોઈ મુદ્દો ઉઠાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં શરીર સંબંધ બાંધવા અંગેના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સજા
May 06, 2025 10:27 AMખંભાળિયામાં મધ્યરાત્રીના સમયે વાજડી સાથે વરસાદ
May 06, 2025 10:16 AMટી-20 અને વનડેમાં ભારતનો દબદબો યથાવત
May 06, 2025 10:12 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech