સ્વ.મધુબેન ચીમનભાઈ શુક્લના અવસાનથી પરિવારને મોટી ખોટ પડીઃ વડાપ્રધાન મોદી
સ્વ.મધુબેન ચીમનભાઈ શુક્લના અવસાનથી પરિવારને મોટી ખોટ પડીઃ વડાપ્રધાન મોદી
May 07, 2026 04:44 PM
રાજકોટ રાજ્યસભાના પૂર્વ સાંસદ, જનસંઘ અને ભાજપના પીઢ અગ્રણી સ્વ.ચીમનભાઈ શુક્લના ધર્મપત્ની મધુબેનનું અવસાન થતાં શુક્લ પરિવારના કોશિકભાઈ શુક્લ, કશ્યપભાઈ શુકલ, નેહલભાઈ શુકલ, તથા કાશ્મીરાબેન નથવાણી સહિતનાને રાજકીય તેમજ સામાજીક ક્ષેત્રમાંથી સાંત્વના પાઠવવામાં આવી રહી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શોક સંદેશાના માધ્યમથી શુક્લ પરિવારને સાંત્વના પાઠવતા અને સ્વ. મધુબેનને શ્રઘ્ધાંજલી પાઠવતા જણાવ્યું હતું કે, માતાની વિદાયથી જીવનમાં આવી પડેલા ખાલી પણાનું દુઃખ સમજી શકું છું માતાના અસ્ખલિત પ્રેમની ગહનતા માત્ર અનુભવી શકાય છે તેઓ હવે સંદેહ નથી પણ તેમના દ્વારા મળેલ સંસ્કારનું ભાથું પરિવાર માટે કાયમ માર્ગદર્શન કરતું રહેશે, પ્રભુ સદગતના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના