BREAKING NEWS

ભાનુબેનની બાદબાકી કેમ થઈ? દર્શના વાઘેલા, મનિષા વકિલને સ્થાન અપાયું

  • October 17, 2025 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેબિનેટ મંત્રી પદે રહેલા ભાનુબેન બાબરિયાને સ્વાસ્થ્યના મુદ્દે મંત્રીમંડળમાંથી કાપવામાં આવ્યાં હોવાની ચર્ચા છે. ભાનુબેન જો પડતા મુકાય તો તેના સ્થાને રાજકોટ શહેરના અન્ય ત્રણમાંથી કોઈ પણ એક ધારાસભ્યનો મંત્રી મંડળમાં સમાવેશ કરાશે તેવી વાત ચર્ચામાં હતી પરંતુ આવું બન્યું નથી. ​​​​​​​


ભાનુબેનને પડતા મુકાશે અંતે એ ચર્ચા સાચી પડી

ભાનુબેન બાબરિયાને પડતા મુકાયા છે પરંતુ તેમના બદલે રાજકોટ શહેરના અન્ય ત્રણમાંથી એક પણ ધારાસભ્યનો સમાવેશ કરાયો નથી. છેલ્લા એક મહિનાથી એવી વાતે જોર પકડ્યું હતું કે ભાનુબેનને પડતા મુકાશે અંતે એ ચર્ચા સાચી પડી છે. તેમને પડતા મૂકવા બાબતે કોઇ સ્વાસ્થ્ય અંગેના કારણો, મત વિસ્તારમાં પૂરતું ધ્યાન ન આપવું વગેરે બાબતો જવાબદાર મનાઈ રહી છે. તેમના બદલે બે મહિલા ધારાસભ્ય જેમાં અમદાવાદની અસારવા બેઠકના દર્શનાબેન વાઘેલા અને વડોદરા શહેરની બેઠકના મનીષાબેન વકીલ સહિત બબ્બે એસસી ધારાસભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ કરી સોશ્યલ એન્જિનિયરિંગ બેલેન્સ કરાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application