BREAKING NEWS

જંગલેશ્વરની આસ્થા પર બુલડોઝરની ગાજ: 80 વર્ષ જૂના ‘ગંગેશ્વર મહાદેવ’નું અસ્તિત્વ જોખમમાં

  • February 23, 2026 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં પ્રગતિના રસ્તા ક્યારેક આસ્થાના આંગણે આવીને અટકી જતાં હોય છે, પણ જંગલેશ્વરમાં સ્થિતિ કંઈક અલગ જ છે. અહીં વિકાસના નામે માત્ર ૧૪૦૦ મિલકતો જ નહીં, પણ હજારો લોકોની અતૂટ શ્રદ્ધા પર હથોડો પડવા જઈ રહ્યો છે.


દાયકાઓ જૂની ભક્તિનું ધામ

જંગલેશ્વર વિસ્તારમાં આવેલું ગંગેશ્વર મહાદેવ મંદિર માત્ર પથ્થર અને સિમેન્ટનું માળખું નથી. છેલ્લા ૭૦ થી ૮૦ વર્ષથી આ શિવાલય અહીંના લોકોના સુખ-દુઃખનું સાક્ષી રહ્યું છે. જે મંદિરમાં પેઢીઓએ શીશ નમાવ્યા, જ્યાં સવારની આરતીથી વિસ્તારની ઊંઘ ઉડતી, આજે એ જ ગર્ભગૃહ પર ડિમોલિશનનું સંકટ તોળાઈ રહ્યું છે.


ભીની આંખે ભક્તોની પુકાર

તંત્ર જ્યારે 'ગેરકાયદે દબાણ' કહીને ૧૪૦૦ મિલકતો તોડવાની યાદી બનાવે છે, ત્યારે તેમાં ૮૦ વર્ષ જૂની પરંપરાનો પણ છેદ ઉડી જાય છે. સ્થાનિકોની આંખોમાં ભીનાશ છે અને હોઠ પર એક જ સવાલ: "વિકાસના આ રસ્તે શું મહાદેવનું ઘર હોવું અનિવાર્ય નથી?" વિકાસ જરૂરી છે, પણ શું આસ્થાના ભોગે? જંગલેશ્વરમાં જ્યારે બુલડોઝર ગુંજશે, ત્યારે માત્ર કાટમાળ જ નહીં પડે, પણ વર્ષો જૂની માન્યતાઓ અને યાદો પણ દબાઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application