BREAKING NEWS

ટીકટોકના સ્થાપક અદાણીને પાછળ છોડી એશિયાના સૌથી ધનિક વ્યકિત બની ગયા

  • September 17, 2026 01:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્લૂમબર્ગે એશિયાના સૌથી અમીર વ્યકિતઓની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં ભારતના ઉધોગપતિ ગૌતમ અદાણીનું નામ પણ સામેલ છે. જોકે, સૌથી વધુ ચર્ચા ટીકટોકના ફાઉન્ડર ઝાંગ યિમિંગની થઈ રહી છે. તેમણે સંપત્તિના મામલે ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીને પાછળ છોડી એશિયાના સૌથી અમીર વ્યકિતનું સ્થાન મેળવ્યું છે.
ઝાંગ યિમિંગ ચીનની બાઈટડાન્સ કંપનીના ફાઉન્ડર છે. બાઈટડાન્સ ટીકટોકની પેરેન્ટ કંપની છે.
 બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેકસ અનુસાર, ઝાંગ યિમિંગની કુલ સંપત્તિ ૧૦૫ અબજ ડોલરથી વધુ થઈ ગઈ છે.
બ્લૂમબર્ગની આ યાદી પ્રમાણે ઝાંગ યિમિંગ સંપત્તિના મામલે ભારતના ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી કરતાં આગળ નીકળી ગયા છે. એશિયાના સૌથી અમીર લોકોની યાદીમાં ઝાંગ પ્રથમ સ્થાને છે, યારે ગૌતમ અદાણી બીજા અને મુકેશ અંબાણી ત્રીજા સ્થાને છે.બ્લૂમબર્ગે માર્ચ ૨૦૧૯થી ઝાંગ યિમિંગની સંપત્તિનો ટ્રેક રાખવાનું શ કયુ હતું. તે સમયે તેમની સંપત્તિ આશરે ૧૩ અબજ ડોલર હતી. હવે આ સંપત્તિ વધીને ૧૦૫ અબજ ડોલરથી વધુ થઈ ગઈ છે.આ રીતે આશરે સાત વર્ષમાં તેમની સંપત્તિમાં આઠ ગણાથી વધુ વધારો થયો છે. આ વૃદ્ધિ પાછળ બાઈટડાન્સની વધતી વેલ્યુએશન અને કંપનીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બિઝનેસમાં રોકાણકારોની વધતી ચિ મુખ્ય કારણો પૈકીના હોવાનું અહેવાલમાં જણાવાયું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application