BREAKING NEWS

ટીકટોકના સ્થાપક અદાણીને પાછળ છોડી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા

  • September 17, 2026 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્લૂમબર્ગે એશિયાના સૌથી અમીર વ્યક્તિઓની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું નામ પણ સામેલ છે. જોકે, સૌથી વધુ ચર્ચા ટીકટોકના ફાઉન્ડર ઝાંગ યિમિંગની થઈ રહી છે. તેમણે સંપત્તિના મામલે ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીને પાછળ છોડી એશિયાના સૌથી અમીર વ્યક્તિનું સ્થાન મેળવ્યું છે.


ઝાંગ યિમિંગ ચીનની બાઈટડાન્સ કંપનીના ફાઉન્ડર છે. બાઈટડાન્સ ટીકટોકની પેરેન્ટ કંપની છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, ઝાંગ યિમિંગની કુલ સંપત્તિ 105 અબજ ડોલરથી વધુ થઈ ગઈ છે.

બ્લૂમબર્ગની આ યાદી પ્રમાણે ઝાંગ યિમિંગ સંપત્તિના મામલે ભારતના ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી કરતાં આગળ નીકળી ગયા છે. એશિયાના સૌથી અમીર લોકોની યાદીમાં ઝાંગ પ્રથમ સ્થાને છે, જ્યારે ગૌતમ અદાણી બીજા અને મુકેશ અંબાણી ત્રીજા સ્થાને છે.


બ્લૂમબર્ગે માર્ચ 2019થી ઝાંગ યિમિંગની સંપત્તિનો ટ્રેક રાખવાનું શરૂ કર્યું હતું. તે સમયે તેમની સંપત્તિ આશરે 13 અબજ ડોલર હતી. હવે આ સંપત્તિ વધીને 105 અબજ ડોલરથી વધુ થઈ ગઈ છે.

આ રીતે આશરે સાત વર્ષમાં તેમની સંપત્તિમાં આઠ ગણાથી વધુ વધારો થયો છે. આ વૃદ્ધિ પાછળ બાઈટડાન્સની વધતી વેલ્યુએશન અને કંપનીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બિઝનેસમાં રોકાણકારોની વધતી રુચિ મુખ્ય કારણો પૈકીના હોવાનું અહેવાલમાં જણાવાયું છે.


દુનિયાના સૌથી અમીર લોકોની યાદી

1 એલોન મસ્ક 892 અબજ ડોલર

2 લેરી પેજ 295 અબજ ડોલર

3 સર્ગેઈ બ્રિન 274 અબજ ડોલર

4 જેફ બેઝોસ 274 અબજ ડોલર

5 માઈકલ ડેલ 253 અબજ ડોલર

6 માર્ક ઝકરબર્ગ 238 અબજ ડોલર

7 લેરી એલિસન 194 અબજ ડોલર

8 જેન્સન હુઆંગ 176 અબજ ડોલર

9 સ્ટીવ બાલ્મર 174 અબજ ડોલર

10 વોરેન બફેટ 147 અબજ ડોલર



એશિયાના ટોપ-5 સૌથી અમીર વ્યક્તિઓ


1 ઝાંગ યિમિંગ, બાઈટડાન્સ, ચીન

2 ગૌતમ અદાણી, અદાણી ગ્રુપ, ભારત

3 મુકેશ અંબાણી, રિલાયન્સ ગ્રુપ, ભારત

4 તાદાશી યાનાઈ, Uniqloના ફાઉન્ડર, જાપાન

5 મસાયોશી સોન, SoftBankના ફાઉન્ડર, જાપાન



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application