ગોળીબાર હનુમાનજી મંદિરમાં બ્રહ્મલીન મદન મોહનદાસ બાપુની મૂર્તિનું અનાવરણ સંતો મહંત ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિસરમાં ધર્મ સંમેલન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સભાના અધ્યક્ષ પદે જગન્નાથ મંદિર અમદાવાદના મહંત ૧૦૦૮ દિલીપદાસજી મહારાજ, અ .ભા. પંચનિર્મોહી અનિ અખાડા ના અધ્યક્ષ મહંત રાજેન્દ્રદાસજી મહારાજ, મોહનદાસજી મહારાજ, રામચંદ્ર દાસજી મહારાજ, ગૌ ભક્ત ચૈતન્ય શંભુ મહારાજ ,વિષ્ણુદાસજી મહારાજ હરિદ્વાર ઉપરાંત વિવિધ જગ્યાઓના મહંતોની ઉપસ્થિતિમાં ધર્મ સભામાં સભાનું સંચાલન નાની ખોડીયાર ના મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર ગરીબરામ બાપુએ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે આજે આપણે ધર્મ સભામાં મુખ્ય વિષય ગુરુ મહિમા રાખીશું.
સૌપ્રથમ તપસ્વી મહારાજ ની વાડી ના મહંત રામચંદ્ર દાસ બાપુ દ્વારા પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાના ભોગ બનનાર ભાવનગરના પિતા-પુત્રને સમગ્ર સભાએ મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારબાદ ગુરુ મહિમા ઉપર દરેક સંતોએ વ્યાખ્યાઓ કરી કહ્યું હતું કે આપણા દેશમાં સનાતન ધર્મની વિશેષતા એટલે ગુરુ-શિષ્ય પરંપરા. ગુરુ આપણને અજ્ઞાનતા થી બહાર કાઢે છે અને જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. ગુરુ શિષ્ય પરંપરા એટલે માત્ર અજ્ઞાન અને જ્ઞાનની વાત જ નહીં પરંતુ ગુરુ જે કંઈ સેવાઓ કે પ્રવૃત્તિઓ કરતા હોય તે સેવાઓ અને પ્રવૃત્તિઓને નિરંતર નિભાવવી તે પણ ગુરુ શિષ્ય પરંપરા કહેવાય છે. અને એ વસ્તુ ચરિતાર્થ અહીં થઈ રહી છે કે બાપાને બ્રહ્મલીન થયા ને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યાં જગ્યાના બંને મહંતો કલ્યાણ માતાજી અને સર્જુદાસજી મહારાજ દ્વારા ગુરુ શિષ્યની પરંપરાને ઉજાગર કરી છે.
હાલના સમયમાં જ્યારે કંઠી બાંધવાની હોડ ચાલી રહી હોય ત્યારે સાચા ગુરુ મળવા અને સાચા શિષ્ય થવું એ ખૂબ મહત્વની બાબત બની જાય છે ત્યારે ગોળીબાર હનુમાનજી મંદિરમાં મદનમોહનદાસજી બાપા પછી પણ આ પરંપરા સુચારું ચાલી રહી છે તે આનંદની વાત છે.
ધર્મસભાના અંતમાં દિલીપદાસજી મહારાજ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગુરુ કૃપા હી કેવલમ એ સનાતન ધર્મની પરંપરા છે ભગવાન રામ અને કૃષ્ણએ પણ ગુરુ કર્યા હતા એ સૂચવે છે કે જીવનમાં ગુરુ પદ ખૂબ જ જરૂરી છે. પરંતુ આસ્થા અને શ્રદ્ધા વિના કશું થતું નથી કુંભમાં પણ મદનમોહનદાસ બાપાના આ બંને શિષ્ય દ્વારા પરંપરા મુજબ સત્કાર્યો અને ભંડારા કરાયા જેના અમે બધા સાક્ષી છીએ અને એ જ વસ્તુ સૂચવી રહી છે કે બાપાએ જીવનમાં છે કાર્યો કર્યા છે તે કલ્યાણી માતાજી અને સરજુ મહારાજ દ્વારા થતા રહેશે અહીં બાપાની મૂર્તિ જે પધરાવવામાં આવી છે તેને માત્ર મૂર્તિ ન સમજીને બાપા જ બિરાજમાન છે તેમ સમજીને ક્યારેય કોઈ મુશ્કેલી હોય તો અહીં આવીને બાપાને કહેજો મુશ્કેલી દૂર થઈ જશે માટે શ્રદ્ધા રાખવી કારણ કે બાપાની ચેતના અહીં હાજર જ છે.
આ ધર્મસભા માં કથાકાર મોરારિબાપુ એ ડીઝીટલ માધ્યમ થી કાર્યક્રમ સંદર્ભે પોતાનો સંદેશો આપ્યો હતો અને મદનમોહનદાસ બાપા ના સેવાના કાર્યો ને બિરદાવ્યા હતા આ પ્રસંગે અનેક રાજ્યો માંથી પણ સાધુ સંતો મહંતો હાજર રહ્યા હતા . મોટી સંખ્યામાં ભક્તજનો એ મહાપ્રસાદ નો લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએમ.એસ.એમ.ઇ.ને મજબુત બનાવવાના હેતુસર આયોજીત ગુણવત્તા યાત્રા દ્વારકા પહોંચી
May 02, 2025 10:30 AMજેતપુરના મોટા ગુંદાળા પાસે આવેલા વોટરપાર્કમાં મોબાઇલ- રોકડની ચોરી
May 02, 2025 10:25 AMઆઈપીએલની પ્લેઓફ રેસ રોમાંચક તબક્કામાં
May 02, 2025 10:20 AMહવે ફક્ત એક રસીથી થઇ શકશે 15 પ્રકારના કેન્સરની સારવાર
May 02, 2025 10:14 AMજેસલમેરમાંથી આઈએસઆઈના જાસૂસની ધરપકડ
May 02, 2025 10:11 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech