BREAKING NEWS

કાયદો માતૃત્વ કે ગર્ભાવસ્થાની ફરજ પાડતો નથી મહિલાની પસંદગીનું રક્ષણ કરવું એ કોર્ટની ફરજ

  • June 23, 2026 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બંધારણ મહિલાની જાણકારીપૂર્વક લેવામાં આવેલી પસંદગી પર વિશ્ર્વાસ મુકે છે અને તેની સ્વાયત્તતાને માનવીય ગૌરવનો અભિન્ન ભાગ માને છે: મદ્રાસ હાઈકોર્ટ


મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ્ર કયુ છે કે કાયદો કોઈ મહિલાને માતૃત્વ સ્વીકારવા માટે મજબૂર કરતો નથી અને સાથે જ સક્ષમ પુખ્ત વયની મહિલાને ગર્ભાવસ્થા ચાલુ રાખવી કે નહીં તે નક્કી કરવાની સ્વતંત્રતા પણ આપે છે. કોર્ટે કહ્યું કે બંધારણ મહિલાની જાણકારીપૂર્વક લેવામાં આવેલી પસંદગી પર વિશ્વાસ મૂકે છે અને તેની સ્વાયત્તતાને માનવીય ગૌરવનો અભિન્ન ભાગ માને છે.
આ કેસ તિનેલવેલી જિલ્લાના ૨૩ વર્ષીય મહિલાનો હતો. શઆતમાં એક યુવકે અરજી કરીને પોલીસને તેને મહિલાની સાથે લજીવન જીવવા માટે દબાણ ન કરવા સૂચના આપવા માગી હતી. ત્યારબાદ સંબંધિત મહિલાએ અલગ અરજી દાખલ કરીને પોતાની ગર્ભાવસ્થા સમા કરવાની મંજૂરી માગી હતી.
મહિલાએ કોર્ટને જણાવ્યું હતું કે યુવક સાથેના સંબધં દરમિયાન તે ગર્ભવતી બની હતી. તબીબી અહેવાલો મુજબ તે લગભગ ૧૫ અઠવાડિયાની ગર્ભવતી હતી. મહિલાએ સ્પષ્ટ્રપણે જણાવ્યું કે તે આ ગર્ભાવસ્થા ચાલુ રાખવા ઇચ્છતી નથી. બીજી તરફ યુવકે પણ તેની સાથે લ કરવા અથવા પરિવાર સ્થાપિત કરવાની અનિચ્છા વ્યકત કરી હતી.
ન્યાયમૂર્તિ એલ. વિકટોરિયા ગોવરીએ જણાવ્યું કે આ કેસ બે યુવાન વ્યકિતઓના નિષ્ફળ સંબંધમાંથી ઊભી થયેલી દુ:ખદ પરિસ્થિતિ દર્શાવે છે. તેમણે નોંધ્યું કે મામલો મહિલાની શારીરિક સ્વાયત્તતા, પ્રજનન અધિકાર, તબીબી કલ્યાણ અને બંધારણીય ગૌરવ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને સ્પર્શે છે.
કોર્ટે જણાવ્યું કે મહિલાની ઇચ્છા વિદ્ધ તેને ગર્ભાવસ્થા ચાલુ રાખવા માટે મજબૂર કરવું તેની શારીરિક સ્વતંત્રતા અને નિર્ણય લેવાના અધિકારમાં સીધી દખલગીરી સમાન છે. બંધારણની કલમ ૨૧ હેઠળ મળતા જીવન અને વ્યકિતગત સ્વતંત્રતાના અધિકાર અનુસાર મહિલાના પ્રજનન સંબંધિત નિર્ણયોને સર્વેાચ્ચ બંધારણીય સુરક્ષા મળવી જોઈએ.
આથી કોર્ટે મહિલાની અરજી સ્વીકારી અને તિનેલવેલી સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલના ડીનને મેડિકલ ટર્મિનેશન આફ પ્રેન્સી એકટ, ૧૯૭૧ મુજબ સલામત રીતે ગર્ભપાત કરવાની કાર્યવાહી હાથ ધરવા આદેશ આપ્યો.સાથે જ, કારણ કે પોલીસ દ્રારા કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે, કોર્ટે ગર્ભપાત દરમિયાન મેળવવામાં આવતા ભ્રૂણના તંતુઓ અને અન્ય જરી જૈવિક નમૂનાઓને વૈજ્ઞાનિક અને તબીબી નિયમો અનુસાર સાચવી રાખવા પણ સૂચના આપી. કોર્ટે સ્પષ્ટ્ર કયુ કે ભ્રૂણના પિતૃત્વ અથવા ફોજદારી કેસના ગુણદોષ અંગે તેણે કોઈ અભિપ્રાય વ્યકત કર્યેા નથી અને તે મુદ્દાઓનો નિર્ણય સંબંધિત અદાલત પુરાવાના આધારે કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application