BREAKING NEWS

કનેસરા ગામે બસ સ્ટેન્ડની નજીક મુખ્ય માર્ગ પર જોખમી ખાડાનું નિરાકરણ માટે રજૂઆત કરી

  • July 23, 2026 09:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કનેસરા ગામના આગેવાન  મેણીયા શૈલેષભાઈ એ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી
આટકોટ કનેસરા બસ સ્ટેશન પાસે પડેલા ખાડા માં વરસાદી પાણી ભરાઈ ગયા છે લોકો ને ચાલવું મુશ્કેલ બન્યું છે છતાંય સતાધીશો દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં નથી ત્યારે હવે તાલુકા વિકાસ અધિકારી શું પગલાં ભરે છે તે જોવાનું રહ્યું લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે
ઉપર જણાવેલ વિષય બાબતે જણાવવાનું કે જસદણ તાલુકાના કનેસરા ગામે બસ્ટેન્ડની સાવ નજીક જસદણ અને સરધાર નો મુખ્ય માર્ગ પર ખુબજ જોખમી ખાડા પાણી ભરાય છે આ પાણીના ખાડા એટલા ભયાનક છે કે ત્યાં ઓછામાં ઓછું બે ફૂટ જેટલું પાણી સત્તત ભરાયેલું રહે છે આ પાણી ભરવાને કારણે ત્યાં રાહદારીઓ, ગામલોકો અને વિધ્યાર્થીઓને ત્યાં પગેથી ચાલીને જવાનો કોઈ વિકલ્પ નથી અને આજુબાજુ ના દુકાનદરો ખુબજ ત્રાહિમામ છે ગયા વર્ષે પણ શૈલેશભાઈ ગોરધનભાઈ મેણીયા એ તલાટી સાહેબ અને સરપંચ શ્રી ને લેખિત અને મૌખિક રજૂઆત કરેલ છતાં હજુ પણ તંત્ર ની ઉંઘ ઉડી નથી આપ શ્રી ને પાંચ દિવસ માં આ સમસ્યાનું નિરાકરણ લાલવવા વિનતિ કરીએ છીએ અન્યથા ગામ લોકો દ્વારા આ રસ્તો બંધ કરવામાં આવશે એવી આપશ્રી ને વીનંતી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application