ગત વર્ષે ૨૭ મી માર્ચે અમરેલી જિલ્લના બગસરા તાલુકાના હડાળા ગામમાં પ્રેમીએ તેની પરિણીત પ્રેમિકાની હત્યા કરીને અવાવ કુવામાં ફેંકી દીધી હતી.જેનો ભેદ એક વર્ષના સમયગાળા દરમિયાન પોલીસને ઉકેલવામાં સફળતા મળી છે.પ્રેમ, પ્રપચં અને ત્યાર બાદ હત્યાની ઘટનામાં એક વર્ષ બાદ પરણીતાની હત્યાના બનાવમાં જૂનાગઢ પોલીસે આરોપી પ્રેમીની અટકાયત કરી રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.પોલીસે કૂવામાંથી માનવ કંકાલ કાઢી પેનલ પીએમ માટે જામનગર મોકલવામાં આવેલ છે અને ઝડપાયેલ યુવકની સાથે હત્યામાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ ? કેવી રીતે સમગ્ર અંજામ આપ્યો સહિતની બાબતો અંગે યુવકની ઐંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી છે.
જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પાવટી ગામની મૃતક મહિલા દયાબેન અને તેજ ગામમાં રહેતો તેનો પ્રેમી હાર્દિક સુખડિયા સાથે પ્રેમ સંબંધમાં એટલા ગળાડૂબ થયા કે, બંનેએ એક સાથે રહેવાનો સંકલ્પ કર્યેા, પરંતુ મહિલાનો પ્રેમી આ વાત સાથે સહમત ન થતા તેની પ્રેમિકાને પ્રેમના બદલામાં કમકમાટી ભયુ મોત આપીને પ્રેમમાં આચરવામાં આવેલા કારસ્તાનને એક વર્ષ સુધી છૂપાવવામાં સફળ રહ્યો હતો.પરંતુ જૂનાગઢ પોલીસની તપાસ અને ઉલટ તપાસને આધારે સવા વર્ષ બાદ સમગ્ર ઘટના પરથી પોલીસને પડદો ઉચકવવામાં સફળતા મળી છે અને વિસાવદરમાં આરોપી પ્રેમીને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્રારા અગાઉ મહિલાના પતિની ફરિયાદના આધારે હાર્દિક સુખડિયાને ઝડપી ગાંધીનગર એફએસએલ ખાતે મનોવૈજ્ઞાનિક ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો પરંતુ મજબૂત માનસિકતાના કારણે પોલીસના હાથે આવ્યો નહતો. જેથી તપાસમાં પોલીસ પણ ચકરાવે ચડી હતી પરંતુ કાનૂન કે હાથ લંબે હોતે હૈ કહેવત મુજબ પોલીસે ઐંડાણપૂર્વક અને ટેકનિકલ સોર્સના આધારે પુરાવા એકત્ર કરી આરોપીને ઝડપી એક વર્ષ પહેલા થયેલ હત્યા નો ભેદ ઉકેલ્યો હતો અને આરોપીને સાથે રાખી કુવામાંથી મહિલાના કંકાલને બહાર કાઢવામાં આવેલ હતો. મર્ડર મિસ્ટ્રીની ઘટનામાં ગઈકાલે એસ.પી જાડેજાએ સમગ્ર હત્યા માં પોલીસ દ્રારા કરાયેલ તપાસ અને આરોપીની ધરપકડ સહિતના બનાવ અંગે માહિતી આપી હતી.
ખૂબ જ ચર્ચાસ્પદ અને મર્ડર મિસ્ટ્રી સમાન આ કેસમાં પોલીસે ટેકનીકલ અને સંયોગીક પુરાવાની સાથે ખાનગી બાતમીદારોની મદદ થી ખૂબ જ ઝીણવટ ભરી તપાસ શ કરી હતી..ગામમાંથી ભાગીને બંને પરિણીત પ્રેમી અને પ્રેમિકા વિરપુર નજીક કાગવડની એક હોટલમાં રોકાયા હતા. ત્યાંથી મહિલા એકલી ઓટોરિક્ષા મારફતે તેના ગામ તરફ આવી રહી હતી. યાં પ્રેમી કાર લઈને ગામના માર્ગે ઊભો હતો. અહીંથી પરિણીત પ્રેમી અને પ્રેમિકા બગસરા તાલુકાના હડાળા ગામે પહોંચ્યા હતા. યાં પરણીત મહિલાની હત્યા કરીને તેની લાશ અવાવં કુવામાં ફેંકી દઈને આરોપી એકદમ નિર્દેાષ ભાવે પોતાના ગામે પરત ફર્યેા હતો અને હત્યા જેવા ગુનાને અંજામ આપીને તે એક વર્ષ સુધી સમગ્ર ગામની સાથે પોલીસને પણ છેતરવામા સફળ રહ્યો. મર્ડર મિસ્ટ્રીના બનાવમાં કાતિલને ઝડપવા જૂનાગઢ એલસીબી પીઆઇ પટેલ, પીએસઆઇ ઝાલા પોલીસ સ્ટાફ ના વિજયભાઈ બડવા, સામતભાઈ બારીયા, યશપાલસિંહ જાડેજા, દિવ્યેશભાઈ ડાભી, દીપકભાઈ બડવા, મહેન્દ્રભાઈ ડેર, આઝાદસિંહ સિસોદિયા, નિકુલભાઇ પટેલ, જીતેશભાઈ , જગદીશભાઈ ભાટુ, જયેશભાઈ બાંભણિયા, વરજાંગભાઈ બોરીચા સહિતની ટીમે શાતિર કાતિલને ઝડપી ગુનાનો ભેદ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે
આરોપી ટેકનોલોજીનો જાણકાર હોવાથી છટકતો રહ્યો
હાર્દિક સુખડિયા ટેકનોલોજીનો જાણકાર હતો. બંને ગામમાંથી ભાગી છુટા બાદ બંનેએ તેમના મોબાઈલ અને સીમકાર્ડ બધં કરી દીધા હતા. આરોપી સામે તેના અને તેના પિતાના નામે બે નવા સીમકાર્ડ ખરીદીને એક સીમકાર્ડ તેની પરિણીત પ્રેમીકાના મોબાઈલમાં રાખીને તેમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.જેમાંથી તે તેની પ્રેમિકાના પતિને પોતે રાહુંલ બોલે છે અને તેની પત્ની તેમનાથી કંટાળી ગઈ છે અને તેની સાથે રહેવા માંગતી નથી આવી વાત આરોપી એ જેતે સમયે પોતાની જાતને રાહુલ નામના વ્યકિત તરીકે ઓળખ આપીને મૃતક પરણીતાના પતિ સાથે વાત કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજન્મજાત મૂકબધિર બાળકી સાંભળતી થઈ, હવે બોલતી કરવાના પ્રયાસ ચાલુ
May 02, 2025 10:37 AMદ્વારકા જિલ્લા કેલકટર કચેરી ખાતે વર્ષાઋતુની પૂર્વ તૈયારી માટે સમીક્ષા બેઠક
May 02, 2025 10:37 AMએમ.એસ.એમ.ઇ.ને મજબુત બનાવવાના હેતુસર આયોજીત ગુણવત્તા યાત્રા દ્વારકા પહોંચી
May 02, 2025 10:30 AMજેતપુરના મોટા ગુંદાળા પાસે આવેલા વોટરપાર્કમાં મોબાઇલ- રોકડની ચોરી
May 02, 2025 10:25 AMઆઈપીએલની પ્લેઓફ રેસ રોમાંચક તબક્કામાં
May 02, 2025 10:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech