BREAKING NEWS

નોકરી પુરી કરી હોન્ડાની કિક મારતા જ આધેડ ઢળી પડ્યા: હાર્ટએટેકથી મોતની શંકા, રાજકોટનો બનાવ

  • March 24, 2026 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માનવીનું મૃત્યુ ક્યારે ને કેવી રીતે આવે છે એ ક્યારેય કાળા માથાનો માનવી જાણી શક્યો નથી, બેડી યાર્ડમાં સિક્યોરિટી ગાર્ડ તરીકેની નોકરી પુરી કરી ઘરે જવા માટે હોન્ડાની કિક મારતા આધેડ ઢળી પડતા બેભાન હાલતમાં જ મોત નીપજ્યું હતું.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર વેલનાથપરા-2માં રહેતા રાજુભાઈ નારણભાઈ ચારોલા (ઉ.વ.50)ના આધેડ સાંજે આઠેક વાગ્યે બેડી યાર્ડના ગેઇટની સામે બાઈક પરથી પટકાતા ત્યાં જ ઢળી પડ્યા હતા. આ જોતા લોકો દોડી ગયા હતા અને તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં સારવાર કારગત નીવડે પૂર્વે જ દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનાર આધેડ ત્રણભાઈમાં નાના હતા અને સંતાનમાં એક પુત્ર ત્રણ પુત્રી છે, તેઓ બેડી યાર્ડમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. ગઈકાલે સાંજે નોકરી પુરી કરી ઘરે જવા માટે નીકળતા હતા ત્યારે હોન્ડાની કિક મારી આગળ જતા અચાનક ચક્કર આવવા લાગ્યા હતા અને હોન્ડા ઉભું રાખી દેતા ત્યાંજ ઢળી પડ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. હાર્ટ એટેક આવી ગયાનું જાણવા મળ્યું છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application