મહાનગર પાલિકા દ્વારા એપ્રિલ, મે મહિના દરમિયાન રિબેટ યોજના ચાલુ કરાતાની સાથે જ આ વખતે પ્રથમ વખતે શાસક પક્ષે રિબેટનો લાભ લેનાર સિવાયના બાકીદારો સામેથી વસુલાત કરવા લેશન પકડાવી દેવાયુ છે. એટલુ જ નહીં વિક્રમી રૂપિયા ૧૭૦ કરોડની આવકના દાવા સામે ૨૦૦ કરોડની વસુલાતનો લક્ષ્યાંક આપી દેવાયો છે.
કરવેરામાં બે મહિના સુધી રિબેટ યોજના ચાલે છે. એટલે બાકીદારો પાસેથી વસુલાત કરવામાં મ્યુ. તંત્ર હાથ જોડીને બેસી રહે છે. જે કરદાતાઓને રિબેટનો લાભ લેવો છે તે કરવેરો ભરવાના જ છે. પણ જે બાકીદારો છે તેના પેટનુ પાણી હલતુ નથી. પરંતુ પ્રથમ વખત રિબેટની સાથોસાથ બાકીદારો પાસેથી ઉઘરાણી કરવા ચેરમેને સુચના આપી હતી.
મેયર ભરત બારડ તથા ચેરમેન રાજુ રાબડિયાના અધ્યક્ષ સ્થાને નાયબ કમિશનર, આસી.કમિશનર, ઘરવેરા વિભાગ, રીકવરી ટીમ, એસેસમેન્ટ વિભાગ, ઓડિટ વિભાગ, લિગલ વિભાગ તથા કોમ્પ્યુટર વિભાગના શાખાધિકારી તથા કર્મચારીઓની ઉપસ્થિતિમાં સંયુક્ત મીટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ મિટિંગમાં મેયર દ્વારા સર્વોને આવકારી મિલ્કત વેરાની ૧૬૯.૬૦ કરોડની વિક્રમી વસુલાત તથા વર્ષ દરમ્યાન દરેક વિભાગોએ કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન પાઠવી પ્રોત્સાહન આપ્યુ હતુ.
પરંતુ હવે પછીની મુશ્કેલીઓ હળવી કરવા માટેના મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ વિભાગના શાખાધિકારીઓને આગામી દિવસોમાં મહત્તમ આવક આવે તે માટે માઇક્રો પ્લાનિંગ થકી રીકવરી કરવા સુચના આપવામાં આવી હતી. સ્ટાફ ઓછો હોવાનુ બહાનું નહીં બતાવવા અને રિબેટની સાથોસાથ બાકીદારો પાસેથી ઉઘરાણી કરવા તાકીદ કરી હતી. જેથી કામચોર કર્મચારીઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. લોકોના પ્રશ્નોનો ઝડપથી નિકાલ કરવા પ્રક્રિયાનું સરળીકરણ કરવા તથા આગામી નાણાંકીય વર્ષમાં મહત્તમ પ્રયાસો થકી ૨૦૦ કરોડથી વધુની આવક આવે તે માટે સુચના આપવામા આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજન્મજાત મૂકબધિર બાળકી સાંભળતી થઈ, હવે બોલતી કરવાના પ્રયાસ ચાલુ
May 02, 2025 10:37 AMદ્વારકા જિલ્લા કેલકટર કચેરી ખાતે વર્ષાઋતુની પૂર્વ તૈયારી માટે સમીક્ષા બેઠક
May 02, 2025 10:37 AMએમ.એસ.એમ.ઇ.ને મજબુત બનાવવાના હેતુસર આયોજીત ગુણવત્તા યાત્રા દ્વારકા પહોંચી
May 02, 2025 10:30 AMજેતપુરના મોટા ગુંદાળા પાસે આવેલા વોટરપાર્કમાં મોબાઇલ- રોકડની ચોરી
May 02, 2025 10:25 AMઆઈપીએલની પ્લેઓફ રેસ રોમાંચક તબક્કામાં
May 02, 2025 10:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech